અમારી પાસે 4 વર્ષનો હિસાબ માંગનારા પાસે પ્રજા ચાર પેઢીનો હિસાબ માંગે છે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં ચૂંટણીનો શંખનાદ કરતા શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને ગરીબી, પછાતપણું, ખેડૂતોની દુર્દશા તથા બાંગ્લાદેશી ઘૂસરખોરોનો ઉલ્લેખ કરતા જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની ચાર પેઢીઓના વિકાસ માટે શું કર્યું. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અમારી પાસે ચાર વર્ષનો હિસાબ માંગી રહી છે, પરંતુ જનતા તેમની પાસે ચાર પેઢીઓનો હિસાબ માંગે છે. 
અમારી પાસે 4 વર્ષનો હિસાબ માંગનારા પાસે પ્રજા ચાર પેઢીનો હિસાબ માંગે છે: અમિત શાહ

કાંકરોલી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં ચૂંટણીનો શંખનાદ કરતા શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને ગરીબી, પછાતપણું, ખેડૂતોની દુર્દશા તથા બાંગ્લાદેશી ઘૂસરખોરોનો ઉલ્લેખ કરતા જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની ચાર પેઢીઓના વિકાસ માટે શું કર્યું. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અમારી પાસે ચાર વર્ષનો હિસાબ માંગી રહી છે, પરંતુ જનતા તેમની પાસે ચાર પેઢીઓનો હિસાબ માંગે છે. 

શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની ચાર પેઢીઓએ વિકાસ માટે, ગરીબો માટે કંઇ જ નથી કર્યું. અમિત શાહે મુખ્યમંત્રી વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રાને રવાના કર્યા બાદ અહીં એક જનસભા સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે 40 દિવસની આ યાત્રા દરમિયાન ભાજપ તથા મુખ્યમંત્રી રાજેએ દરેક દિવસ એક સવાલ પુછવાની જાહેરાત કરી છે. 

આ બાબતનો ઉલ્લેખ કરતા શાહે કોંગ્રેસ પર તાબડતોબ આરોપ લગાવ્યા અને  કહ્યું કે, તેઓ કોઇ પાર્ટી કે નેતાઓને નહી પરંતુ પ્રદેશની જનતાને જવાબ આપવા આવ્યા છે. પ્રદેશના પછાતપણા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા તેમમે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે વિકાસ માટે કંઇ જ નથી કર્યું પરંતુ વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી વસુંધરા રાજે સામાન્ય જનતા સુધી સુવિધાઓ પહોંચાડવાનું કામ કરી રહી છે. 

અમિત શાહે કહ્યું કે, કેટલાક કોંગ્રેસ 40 સવાલ પુછવાની વાત કરી રહ્યા છે જ્યારે જનતા તેમની ચાર પેઢીનો હિસાબ માંગી રહી છે. શાહે ગરીબી, ખેડૂતોની દુર્દશા, ઓબીસી કમીશનને સંવૈધાનિક માન્યતા આપવા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો જેવા મુદ્દાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે 15 તારીખે અહીં આવ્યા તો તેનો જવાબ આપે. 

રાજે આ અગાઉ રાજસમંદ જિલ્લાની પ્રતિષ્ઠિત ચારભુજાનાથ મંદિરમાં પુજા અર્ચના કરી હતી. તેમણે મુખ્યમંત્રી વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રાને લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં કથિત રીતે ભાજપ સામે ઘણા મોટા પડકારો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news