રાજસ્થાન: OBC સમ્મેલનમાં બોલ્યા શાહ,ભાજપ કોઇ એક જાતીની પાર્ટી નહી
રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાને રાખી અમિત શાહે પ્રદેશની મુલાકાતો વધારી છે
Trending Photos
નવી દિલ્હી : રાજસ્થાનમાં તોફાની ચૂંટણીની મુલાકાતે પહોંચેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પાલીમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમ્મેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાજપ કોઇ એક જાતી અને કોઇ એક સમાજની પાર્ટી નથી, પરંતુ સૌથી મોટી પાર્ટી છે.
ઓબીસી જાતીના સમ્મેલનમાં પોતાની વાતને જોર આપતા અમિત શાહે તેમ પણ કહ્યું કે તેમની પાર્ટી પર કોઇ સમાજનો થપ્પો નથી લાગેલો.શાહે કહ્યું કે, ભાજપનીી આ વિશેષતા છે કે પાર્ટી કોઇ જાતી અને સમાજની નથી. અમારા નેતા નરેન્દ્ર મોદીએ ભારતમાં વિકાસનો મંત્ર સબકા સાથે સબકા વિકાસ ગણાવ્યું. વિકાસમાં તમામ લોકોની ભાગીદારી હોવી જોઇએ.
તેમણે કહ્યું કે, ભાજપ માલી, ગુર્જર, જાટ અને અન્ય જાતી સવર્ણ અને દલિત અને આદિવાસી તમામ લોકોની પાર્ટી છે. જો કે આ દરમિયાન તેમણે પછાત સમાજ માટે મોદી સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાઓ અંગે જણાવ્યું. શાહે કહ્યું કે, જ્યારે 2014ની ચૂંટણી બાદ રાજસ્થાનની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આસીર્વાદ આપ્યો અને તમામ સીટો આપીને મોદીજીને વડાપ્રધાન બનાવ્યા છે, મોદીજીએ પછાત સમાજના વિકાસ માટે પાછળ વળીને નથી જોયું.
ઓબીસી પંચની રચના કરી
ચૂંટણી રાજ્ય રાજસ્થાનની ધરતી પર ઓબીસી સમાજને સંબોધિત કરતા શાહે તે જણાવવુંનું નથી ભુલ્કા કે મોદી સરકારે પછાત વર્ગ પંચને સંવૈધાનિક દરજ્જો અપાવવા માટેકામ કર્યું છે. તેમણે અહીં તેમ પણ કહ્યું કે, કોંગ્રેસે પછાત સમાજને ક્યારે પણ ન્યાય આપવાનું કામ નથી કર્યુ જ્યારે મોદી સરકારે પછાત સમાજના લોકો માટે ઘણુ બદુ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે