હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક

મણિપુરની હિંસાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં 24 જૂને સર્વદળીય બેઠક બોલાવી છે. આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. 

હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક

નવી દિલ્હીઃ મણિપુર હિંસાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં 24 જૂને સર્વદળીય બેઠક બોલાવી છે. આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં વિપક્ષ લાંબા સમથી સરકાર પાસે માંગ કરી રહ્યું હતું કે આ મુદ્દે સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. નોંધનીય છે કે મણિપુરમાં આશરે 50 દિવસથી હિંસા ચાલી રહી છે. જ્યાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. અનેક લોકો બેઘર થયા છે. 

ગૃહમંત્રાલયે કર્યું ટ્વીટ
આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિની ચર્ચા કરવા માટે 26 જૂન બપોરે 3 કલાકે નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક બોલાવી છે. મણિપુરમાં લગભગ 50 દિવસથી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સતત હિંસાઓની ઘટના થઈ રહી છે. 

— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 21, 2023

વિપક્ષી દળો કરી રહ્યાં હતા સર્વદળીય બેઠકની માંગ
મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી. 16 જૂને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ કારણ કે દેશ જવાબ માંગી રહ્યો છે.

ઇન્ટરનેટ ક્યાં સુધી બંધ રહેશે?
રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા ઈન્ટરનેટ પ્રતિબંધ 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ડેટા સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે એક મહિના પહેલા ફાટી નીકળેલી હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મેઇતેઇ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news