NPS માં ફેરફાર કરશે મોદી સરકાર! કર્મચારીઓ માટે આ છે નવો પ્લાન

છેલ્લા કેટલાક સમયથી દેશના ઘણા રાજ્યોએ ઓલ્ડ પેન્શન સ્કીમને લાગૂ કરવાનું શરૂ કરી દીધુ છે. આ સ્થિતિને જોતા સરકાર નવા પગલા પર વિચાર કરી રહી છે. 
 

NPS માં ફેરફાર કરશે મોદી સરકાર! કર્મચારીઓ માટે આ છે નવો પ્લાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) માં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. સરકારી અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને વર્તમાન બજાર સાથે જોડાયેલી પેન્શન યોજનામાં ફેરફાર કરવા ઈચ્છે છે. તેની જગ્યાએ કર્મચારીના છેલ્લા પગારના 40 ટકાથી 45 ટકા ઓછામાં ઓછું પેન્શન નક્કી કરવાનો ઈરાદો છે. આ પગલું સરકાર દ્વારા એપ્રિલમાં એક સમિતિની રચના કર્યા બાદ આવ્યું છે. નોંધનીય છે કે આ સમિતિ પેન્શન સિસ્ટમની સમીક્ષા કરશે. 

2004થી લાગૂ છે NPS
કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2004થી ઓલ્ટ પેન્શન સ્કીમની જગ્યાએ નેશનલ પેન્શન સ્કીમને લાગૂ કરી છે. વર્તમાન રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કર્મચારીઓને પોતાના મૂળ વેતનના 10 કા અને સરકારે 14 ટકા યોગદાનની જરૂર હોય છે. કર્મચારીને અંતિમ ચુકવણી તે ફંડ પર બજારના રિટર્ન પર નિર્ભર કરે છે, જેને મોટા ભાગે સરકારી લોનમાં રોકાણ કરવામાં આવે છે. 

તેનાથી અલગ ઓલ્ટ પેન્શન સ્કીમ કર્મચારીને અંતિમ વેતનના 50 ટકાનું ચોક્કસ પેન્શનની ગેરંટી આપે છે. તે માટે કર્મચારીએ કોઈ પ્રકારનું યોગદાન આપવાની જરૂર નથી. છેલ્લાં કેટલાક સમયથી દેશના ઘણા રાજ્યોએ ઓલ્ડ પેન્શન સ્કીમને લાગૂ કરવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિને જોતા સરકાર નવા પગલા પર વિચાર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news