શું દિલ્હીમાં ફરીથી Lockdown ની તૈયારી? CM કેજરીવાલે આપ્યો જવાબ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક વધુ લોકડાઉન (Lockdown)ના પ્લાનિંગની અટકળો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક લોકો અટકળો લગાવી રહ્યાં છે કે દિલ્હીમાં એક વધુ લોકડાઉનનું પ્લાનિંગ થઈ રહ્યું છે. પરંતુ આવો કોઈ પ્લાન નથી. 
શું દિલ્હીમાં ફરીથી Lockdown ની તૈયારી? CM કેજરીવાલે આપ્યો જવાબ

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક વધુ લોકડાઉન (Lockdown)ના પ્લાનિંગની અટકળો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક લોકો અટકળો લગાવી રહ્યાં છે કે દિલ્હીમાં એક વધુ લોકડાઉનનું પ્લાનિંગ થઈ રહ્યું છે. પરંતુ આવો કોઈ પ્લાન નથી. 

અત્રે જણાવવાનું કે કોરોના (Corona Virus) ના કારણે દેશભરમાં હડકંપ મચ્યો છે. આવા સમયે આપણે પોતે સાવચેતી રાખવી ખુબ જરૂરી બને છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11502 નવા કેસ જોવા મળ્યાં છે. જ્યારે એક જ દિવસમાં 325 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 332424 થઈ ગઈ છે. જેમાંથી 153106 એક્ટિવ કેસ છે જ્યારે 169798 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા 9520 થઈ છે. 

દેશમાં કોરોનાથી સૌથી વધુ પાંચ પ્રભાવિત રાજ્યો
દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra)  કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં કોરોનાના કુલ 107958 કેસ નોંધાયા છે જેમાંથી 53030 એક્ટિવ કેસ છે અને 50978 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. 3950 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ (Tamilnadu)  આવે છે જ્યાં કોરોના વાયરસના કુલ 44661 કેસ છે. જેમાંથી 19679 એક્ટિવ કેસ છે અને 24547 લોકો સાજા થયા છે. જ્યારે 435એ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી (Delhi)  આવે છે જ્યાં 41182 કેસ નોંધાયા છે  જેમાંથી 24032 એક્ટિવ કેસ છે અને 15823 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી 1327 લોકોના મોત થયા છે. ચોથા નંબરે ગુજરાત (Gujarat) આવે છે જ્યાં કોરોનાના કુલ 23544 કેસ નોંધાયા છે. જેમાંથી 5742 એક્ટિવ કેસ છે અને 16325 લોકો સાજા થયા છે. જ્યારે 1477 લોકોએ જીવ ગુમાવ્યાં છે. પાંચમા નંબરે રાજસ્થાન (Rajasthan)  આવે છે જ્યાં કોરોનાના કુલ 12694 કેસ નોંધાયા છે જ્યારે 292 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. જો કે 9566 લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news