Winter Session: વિપક્ષના હંગામા વચ્ચે લોકસભા બન્યો આ અનોખો રેકોર્ડ, ખાસ જાણો
સંસદના શિયાળુ સત્રની શરૂઆતના કેટલાક દિવસ હંગામામાં પસાર થયા. જ્યાં એક બાજુ રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યાં બીજી બાજુ આ સસ્પેન્શનની અસર લોકસભાની કાર્યવાહી ઉપર પણ અડી અને ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. જો કે લોકસભામાં બુધવારે અનેક રેકોર્ડ પણ બન્યા.
Trending Photos
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર (Parliament winter session) ની શરૂઆતના કેટલાક દિવસ હંગામામાં પસાર થયા. જ્યાં એક બાજુ રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યાં બીજી બાજુ આ સસ્પેન્શનની અસર લોકસભાની કાર્યવાહી ઉપર પણ અડી અને ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. જો કે લોકસભા (Lok Sabha) માં બુધવારે અનેક રેકોર્ડ પણ બન્યા. બુધવારે લોકસભાની પ્રોડક્ટિવિટી 117 ટકા રહી. જેણે બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાના બિલ પર હંગામો જોયો હોય તેમના માટે એક દિવસની ઉપલબ્ધિ પર સહજ રીતે ભરોસો કરવો મુશ્કેલ બને.
સ્પીકરે બધાને બોલવાની આપી તક
વાત જાણે એમ છે કે બુધવારે લોકસભામાં સાંસદોનો દિવસ રહ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ પર ઝીરો અવરમાં જે પણ સાંસદે બોલવા માટે ઈચ્છા વ્યક્ત કરી તે બધાને તક આપવામાં આવી. આ જ કારણ છે કે બુધવારે લોકસભામાં ઝીરો અવર અને એક બિલ પર થયેલી ચર્ચા મળીને 127 સાંસદોએ પોતાની વાત રજુ કરી. જેમાં 109 સભ્યો ઝીરો અવરમાં બોલ્યા. બુધવારે પાસે થયેલા 'The Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 પર 18 સભ્યોએ પોતાની પાર્ટીનો પક્ષ રજુ કર્યો. અત્રે જણાવવાનું કે ઝીરો અવરમાં સભ્ય પોતાના વિસ્તારની સમસ્યાઓ ગૃહમાં રજુ કરે છે. જેના પર સંબંધિત મંત્રાલયોએ તેનો જવાબ સભ્યને મોકલવો પડે છે.
સ્પીકરની મહત્વની ભૂમિકા રહી
સોમવારથી શરૂ થયેલા શિયાળુ સત્રના શરૂઆતના બે થી ત્રણ દિવસ હંગામા અને શોરબકોરમાં પસાર થયા. જો કે બુધવારે સ્પીકર ઓમ બિરલાએ તેની ભરપાઈ કરવા માટે બે વાર ઝીરો અવર લીધો. પહેલા 12.09થી બપોરે 2.35 સુધી અને પછી સાંજે 6.29 થી સાંજે 7.35 સુધી. એટલે કે બુધવારે ઝીરો અવરમાં કુલ 2 કલાક અને 33 મિનિટનો સમય આપવામાં આવ્યો. જેમાં અલગ અલગ પક્ષોના કુલ 109 સભ્યોએ પોત પોતાની વાત રજુ કરી.
પીએમ મોદી રાખે છે નજર
એ પણ જાણવું જરૂરી છે કે મોદી સરકાર આવ્યા બાદ ઝીરો અવરનું મહત્વ વધી ગયું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીએ પોતાના મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર બધાએ ધ્યાન આપવું પડશે. આ સમસ્યાઓ દેશના ખૂણા ખૂણાની હોય છે જેમ કે કેરળના કોઈ સાંસદ પોતાના વિસ્તારની કોઈ સમસ્યા ઉઠાવે છે તેનાથી ખબર પડશે કે તે વિસ્તારના લોકોને શું જોઈએ છે. તે જ રીતે ઉત્તર પૂર્વ કે પહાડી વિસ્તારના કોઈ સાંસદ પોતાના વિસ્તારની સમસ્યાનો ઉલ્લેખ કરે છે તો તેનાથી જાણકારી મળી શકે છે કે તે રિમોટ વિસ્તારોના લોકો શું ઈચ્છે છે.
ચર્ચાને અંગે અલર્ટ રહે છે મંત્રી
આમ તો દરેક મંત્રાલયમાં સંસદમાં ઉઠનારી વાતો પર ધ્યાન આપવા માટે મિકેનિઝમ હોય છે. પણ તે અધિકારીઓ ઉપર નિર્ભર રહેતું હતું. તેઓ સરકારી ઢબે જવાબ બનાવીને મોકલી દેતા હતા. મંત્રીને ખબર પણ નહતી રહેતી પરંતુ પીએમ મોદીના સ્પષ્ટ નિર્દેશો બાદ હવે તમામ મંત્રીઓ પોતે મહત્વપૂર્ણ વાતોની નિગરાણી કરે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી ક્યારેક કોઈ પણ મંત્રીને બેઠકમાં ઝીરો અવરમાં ઉઠેલા મુદ્દાઓ અંગે પૂછી લે છે. ક્યારે ક્યારેક પીએમઓ પણ સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પાસે જાણકારી માંગી લે છે.
આથી સંસદમાં વધુમાં વધુ સભ્ય ઝીરો અવરમાં બોલવા ઈચ્છે છે. ગત સત્રોમાં તો સાંસદ ઝીરો અવરમાં પોતાની વાત રજુ કરવા માટે મોડી રાત સુધી રાહ જોતા રહ્યા હતા. આથી સ્પીકર ઓમ બિરલાએ પણ સદન ચલાવવામાં સમયની મર્યાદા ન આડે આવવા દીધી.
સદન ચલાવવામાં સ્પીકરના થયા વખાણ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ગૃહ ચલાવવાની કાબેલિયતના વિપક્ષી સાંસદો પણ વખાણ કરે છે. તેની એક મિસાલ ગુરુવારે જોવા મળી. ડીએમકેના વરિષ્ઠ સાંસદ T R Balu એ સદનમાં હજ યાત્રીઓની સમસ્યાઓ ઉઠાવી. કહ્યું કે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના હજ યાત્રીઓએ કેરળના કોચ્ચિથી ફ્લાઈટ પકડવી પડે છે. સ્પીકરે અલ્પસંખ્યક અને ઉડ્ડયન મંત્રીને ગૃહમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નિર્દેશ આપ્યા. સ્પીકરના આ પગલાના T R Balu એ પણ વખાણ કર્યા.
એ જ રીતે કોવિડ ચર્ચા દરમિાયન એક ક્ષણ માટે ગૃહમાં કોઈ કેબિનેટ મંત્રીની હાજર ન જોતા લોકસભા અધ્યક્ષે તરત સંસદીય કાર્ય મંત્રીને ફોન કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ પોતાના મંત્રીઓ અને પાર્ટી સાંસદોને અનેકવાર કહી ચૂક્યા છે કે તેઓ ગૃહમાં હાજર રહે. એટલે કે પીએમ મોદીની નિગરાણી રાખવાના અને સ્પીકરના બધાને સાથે લઈને ચાલવાના પરિણામે જ એવું બની શક્યું કે બુધવારે ગૃહની પ્રોડક્ટિવિટી એક દિવસ માટે 117 ટકા સુધી પહોંચી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે