રાજસ્થાન: ઇશારા-ઇશારામાં અશોક ગહલોતે પોતે CM પદ તરીકે પ્રોજેક્ટ કર્યા
ગહલોતે કહ્યું કે, દસ વર્ષથી જે ચહેરો તમારી સામે છે, હવે કોઇ પણ ચહેરાની તલાશ કરવાની જરૂર જ નથી
Trending Photos
જયપુર : રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરા મુદ્દે કસમકસમાં છે. પાર્ટી સામૂહિક નેતૃત્વની સાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે ઇશારા - ઇશારામાં પોતાની જાતને મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરી દીધા. ગહલોતે આ નિવેદન પાર્ટી લાઇનથી હટીને આપ્યું છે. કોંગ્રેસના મુખ્યમંત્રી ઉમેદવારીના સવાલ અંગે, ગહલોતે કહ્યું કે, દસ વર્ષથી જે ચહેરો તમારી સામે છે, હવે કયા ચહેરાની તલાશ છે.
લાલચંદ કટારિયાના નિવેદનથી ઉઠ્યો હતો વિવાદ
પુર્વ કેન્દ્રીય મંત્રી અને વયોવૃદ્ધ કોંગ્રેસી નેતા લાલચંદ કટારિયાએ હાલમાં જ કહ્યું હતું કે ગહલોતનું નામ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સ્વરૂપે રજુ કરવામાં આવવું જોઇએ. પાંડેયે જણાવ્યું કે, કટારિયા એક વરિષ્ઠ નેતા છે અને અમે તમામ પાર્ટીને આપેલા તેના યોગદાનનું સન્માન કરે છે. અમે હાલમાં જ તેમની તરફથી બહાર પડાયેલા નિવેદન અંગે તેમના સ્પષ્ટીકરણની પણ રાહ જોઇ રહ્યા છીએ. પુર્વ કેન્દ્રીય મંત્રી લાલચંદ કટારિયાના નિવેદન મુદ્દે ગહલોતે કહ્યું કે, કેટલાક ફોલોઅર્સ અતિઉત્સાહમાં બોલી જાય છે.
બીજી તરફ પાર્ટી મહાસચિવ અને રાજ્યના પાર્ટી પ્રભારી અવિનાશ પાંડેયનું કહેવું છે કે, ચૂંટણી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાંડેયે પાર્ટી નેતાઓને કહ્યું કે તેઓ એવું કોઇ પણ નિવેદન બહાર ન પાડે, જેના કારણે પાર્ટીનું અનુસાશન ભંગ થાય છે. પાંડેયની ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેની બરોબર પહેલા પુર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે ઉદયપુરમાં પાર્ટીની એક બેઠકમાં પોતાને મુખ્યમંત્રીના ચહેરા સ્વરૂપે રજુ કર્યા હતા.
પાયલોટની ભલામણ મે કરી હતી ગહલોત
જ્યારે ગહલોત સાથે અવિનાશ પાંડેયના નિવેદન અંગે પ્રતિક્રિયા માંગી ગઇ તો તેમણે કહ્યું કે, તેમણે પણ અતિ ઉત્સાહમાં બોલી દીધું હશે. ગહલોતે જીતનારા લોકોને ટિકિટ આપવાની વકીલાત કરી હતી.તેમ પુછવામાં આવતા કે સચિન પાયલોટ તમારી કેટલી નજીક છે ? આ અંગે તેમણે કહ્યું કે તેઓ મારા ખુબ જ પ્રિય છે. ગહલોતે કહ્યું કે, પાયલોટને કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાની ભલામણ મે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે