ભારતીય પાયલોટ જોઇ રહ્યો હતો એડલ્ટ વીડિયો, અમેરિકાએ હવામાં જ કરી કાર્યવાહી

ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવાનાં આરોપમાં અમેરિકાના કાયદા પ્રવર્તન અધિકારીઓએ એક ભારતીય પાયલોટના હાથમાં યાત્રીઓ સામે હાથકડી લગાવી

ભારતીય પાયલોટ જોઇ રહ્યો હતો એડલ્ટ વીડિયો, અમેરિકાએ હવામાં જ કરી કાર્યવાહી

નવી દિલ્હી : ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડાઉલોડ કરવાનાં આરોપમાં અમેરિકાના કાયદા પ્રવર્તન અધિકારીઓએ એક ભારતીય પાયલોટનાં હાથમાં યાત્રીઓની સામે હાથકડી લગાવી અને તેને વિમાનથી નીચે ઉતારી દીધા. પાયલોટ સોમવારે નવી દિલ્હીથી વિમાન લઇને સાન ફ્રાંસિસ્કો હવાઇ મથક પર પહોંચ્યો હતો. મુંબઇનો રહેવાસી આ પાયલોટની ઉંમર 50 વર્ષ છે અને તે ફર્સ્ટ ઓફિસર તરીકે ભારતીય વિમાનન કંપનીમાં ફરજંદ છે અને ઘણીવખત અમેરિકામાં ઉડ્યન સંચાલિત કરતું રહે છે. 

હાલના નિયમો અનુસાર અમેરિકાથી ઉડ્યન કરનારી ફ્લાઇટ્સનાં તમામ યાત્રીઓ અને ક્રુ મેંબર્સની માહિતી ઉડ્યનની 15 મિનિટની અંદર યુએસ બ્યૂરો ઓફ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને પુરી પાડવાની હોય છે. એક સુત્રએ કહ્યું કે, ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એજન્ટ્સે તેના અમેરિકામાં દાખલ થવાનો ઇંતજાર કર્યો અને પછી તેની ધરપકડ કરવામાં આવી. એક સુત્રએ કહ્યું કે, ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એજન્ટ્સે તેના અમેરિકામાં દાખલ થવાની રાહ જોઇ અને તેની ધરપકડ કરી હતી. 

સુત્રોએ કહ્યું કે, તેનો પાસપોર્ટ સીઝ થઇ ગયો અને અમેરિકાનો વિઝા રદ્દ કરી દેવાયો છે. ત્યાર બાદ તેને દિલ્હીની ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરી દેવાયામાં આવ્યો હતો. અન્ય સુત્રોએ કહ્યું કે, તે ગત્ત બે મહિનાથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા અને તેા સુથી પહોંચવાના કારણે એફબીઆઇના સ્કેનર પર હતો. અમેરિકાની હોટલના રોકાણ દરમિયાન તેના ઇન્ટરનેટના ઉપયોગ પર નજર રખાઇ રહી હતી. જેમાં મહત્વપુર્ણ પુરાવા મળ્યા. બંધ કવરમાં અમેરિકા દ્વારા ડોઝીયર અને પુરાવા સોંપવામાં આવ્યા છે. 

વિમાન કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે પાયલોટનાંવિઝા મુદ્દે ડિપોર્ટ કરાયો છે. જો કે વિમાનન કંપનીના લગભગ ત્રણ સ્વતંત્ર સુત્રોનું કહેવું છે કે વીઝા મુદ્દે સવાલ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગે કરવામાં આવ્યા. અમેરિકન ફેડરલ કાયદા હેઠળ કોઇ ફણ બાહ્ય વ્યક્તિ જાણીબુઝીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી સામગ્રી ન કોઇને મોકલી શકે છે ન બનાવી શકે છે અનેન જોઇ શકે છે. કોઇ પણ પ્રકારની યૌન સામગ્રી જેમાં કિશોરો સંબંધો બાંધતા હોય તેના પર અમેરિકામાં પ્રતિબંધ લાગેલો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news