J&K: કુલગામના મીરબજારમાં અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી શકે છે આતંકી

જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓનાં કેટલાક કોલ ઇન્ટેલીજન્સ એજન્સીઓ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા

J&K: કુલગામના મીરબજારમાં અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી શકે છે આતંકી

નવી દિલ્હી : અમરનાથ યાત્રીઓને પોતાનાં મહેમાન ગણાવનારા લશ્કર એ તોયબાા આતંકવાદીઓ હવે પોતાનાં મહેમાનોનું લોહી વહાવવા માટે આતુર બન્યા છે. કાવત્રા હેઠળ લશ્કરના આતંકવાદીઓ કુલગામનાં મીર બજાર વિસ્તારમાં અમરનાથ યાત્રીઓ પર મોટા આતંકવાદી હૂમલાની ફિરાકમાં છે. ઉલ્લેખનીય છે કે, લશ્કરના આતંકવાદીઓ પોતાનો ઇરાદો પાર પાડવામાં સફળ થાય તે પહેલા સુરક્ષાદળોએ તેના મનસુબાઓ અંગે જાણવા મળી ચુક્યું છે. 

લશ્કરનાં કોઇ પણ હૂમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોની તૈયારીને ખુબ જ ચોક્કસ કરી દીધી છે. કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળોને મોટા પ્રમાણમાં ફરજંદ કરાયા છે. ઉપરાંત જંગલથી મુખ્ય માર્ગ પર આવતા દરેક વાહનોનું કડક ચેકિંગ પણ કરવામાં આવે છે. સુરક્ષાદળોનો પ્રયાસ છે કે કોઇ પણ પરિસ્થિતીમાં આતંકવાદીઓ અમરનાથ યાત્રીઓ સુધી ન પહોંચી શકે. સુરક્ષાદળનાં વરિષ્ઠ અધિકારીના અનુસાર જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓનાં કેટલાક કોલ ઇન્ટેલિજન્સે ઇન્ટરસેપ્ટ કર્યા છે. જેનાં આધારે માહિતી મળી છે. 

આતંકવાદીઓ વચ્ચે આ વાતચીતમાં કુલગામ વિસ્તાર અંતર્ગત આવનાર મીરાબઝાર વિસ્તારમાં અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો. ઇન્ટેલીજન્સ એજન્સીએ સુરક્ષાદળોને તેમ પણ જણાવ્યું કે, લશ્કરની તરફથી અમરનાથ યાત્રીઓ પર હૂમલાની જવાબદારી આતંકવાદી નવીદ બટટ અને તેના સાથીઓને આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવીદ જટ્ટ ઉર્ફે હુંજુલ્લાહ લશ્કરનો તે જ આતંકવાદી છે, જેની શોધ જમ્મુ કાશ્મીર પોલીસ પત્રકાર સુજાત બુખારી હત્યાકાંડ મુદ્દે કરી રહી છે. 

નાવીદ મુળ રીટે પાકિસ્તાનનો રહેવાસી છે. આતંકવાદી નવીદ ઝટ્ટ 2009થી લશ્કર માટે આતંકવાદી ઘટનાઓને અંજામ આપતો રહ્યો છે. લશ્કર એ તોયબાનો આતંકવાદી નવીદ ફેબ્રુઆરી 2018માં જમ્મુ કાશ્મીર પોલીસનાં જવાનોના હાથમાંછી છટકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા ચાલુ થતા પહેલા લશ્કર એ તોયબાના કમાન્ડરે ઓડિયો મેસેજ ઇશ્યું કરીને અમરનાથ યાત્રીઓને પોતાના મહેમાન ગણાવ્યા હતા .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news