Amarnath Yatra 2023 માટે રજિસ્ટ્રેશન શરૂ, એક ક્લિક પર જાણો કેટલી છે ફી અને કયા દસ્તાવેજોની પડશે જરૂર

Amarnath Yatra 2023: પવિત્ર અમરનાથ યાત્રા માટે સોમવારથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વખતે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. હાલ સરકાર 62 દિવસની યાત્રાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

Amarnath Yatra 2023 માટે રજિસ્ટ્રેશન શરૂ, એક ક્લિક પર જાણો કેટલી છે ફી અને કયા દસ્તાવેજોની પડશે જરૂર

Amarnath Yatra 2023: આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે,  જેના માટે 17 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પવિત્ર અમરનાથ યાત્રાને લઈને કેન્દ્ર દ્વારા શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. પ્રથમ બેચને 30 જૂને જમ્મુથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે. સરકાર 62 દિવસની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં વ્યસ્ત છે. અમરનાથ યાત્રા 13 થી 70 વર્ષની વયજૂથના લોકો  પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. છ અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓને અમરનાથ યાત્રા કરવાની મંજૂરી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે http://jkasb.nic.in વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો:

કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?
પંજાબ નેશનલ બેંકની 316 શાખાઓ, જમ્મુ અને કાશ્મીર બેંકની 90 શાખાઓ, યસ બેંકની 37 શાખાઓ અને SBI બેંકની 99 શાખાઓ સહિત દેશભરની 542 બેંક શાખાઓમાં ઑફલાઇન નોંધણી કરી શકાય છે. બેંક શાખાઓની યાદી શ્રી અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ http://jkasb.nic.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે મુસાફરો ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકે છે.

અમરનાથ યાત્રા માટે મેડિકલ અને રજીસ્ટ્રેશન માટે ઘણા દસ્તાવેજો ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેના વિના યાત્રા શક્ય નથી. આ સિવાય યાત્રાળુઓએ પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઈડી પ્રૂફની ફોટોકોપી પોતાની સાથે લાવવાની રહેશે. આ સાથે યાત્રાની તારીખ અને રૂટનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

રજીસ્ટ્રેશન ફી કેટલી છે?
નક્કી કરેલી બેંક શાખાઓ દ્વારા એડવાન્સ રજીસ્ટ્રેશનની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 120 છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી 220 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. આ સિવાય જો તમે ગ્રૂપ રજીસ્ટ્રેશન કરાવો છો તો પણ 220 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. NRI તીર્થયાત્રીઓ PNB દ્વારા વ્યક્તિ દીઠ 1520 રૂપિયામાં નોંધણી કરાવી શકે છે.

અમરનાથ યાત્રા માટે કયો રૂટ?
અમરનાથ યાત્રામાં રસ્તા બનાવવાની સાથે સાથે યાત્રાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અમરનાથ યાત્રા માટે બે રૂટ છે. એક માર્ગ પહેલગામથી શરૂ થાય છે, જે લગભગ 46-48 કિલોમીટર લાંબો છે. તેનાથી મુસાફરીમાં 5 દિવસ લાગે છે. અને બીજો રસ્તો બાલતાલથી શરૂ થાય છે, જ્યાંથી ગુફાનું અંતર 14-16 કિમી છે, પરંતુ ઉભા ચઢાણને કારણે આ રસ્તો દરેક વ્યક્તિ માટે સરળ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news