અમર સિંહનું નિધન, પીએમ મોદી-ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ


સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. સિંગાપુરની એક હોસ્પિટપલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 
 

અમર સિંહનું નિધન, પીએમ મોદી-ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. સિંગાપુરની એક હોસ્પિટપલમાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમર સિંહ સપાના પૂર્વ મહાસચિવ રહ્યાં છે અને સાથે રાજ્યસભા સાંસદ પણ. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના ખુબ નજીક રહ્યાં. અમર સિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીમાં નંબર-ટુ હતા. પરંતુ 2010મા પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું હતું. બાદમાં તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમર સિંહના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, તેઓ ખુબ ઉર્જાવાન નેતા હતા અને તેમણે છેલ્લા કેટલાક દાયકાથી દેશની રાજનીતિમાં મહત્વના ચઢાવ-ઉતાર નજીકથી જોયા છે. તેઓ પોતાના જીવનમાં મિત્રતા માટે જાણીતા રહ્યાં છે. તેમના નિધનના સમાચાર સાંભળીને દુખી છું. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે ઉંડા દુખની લાગણી પ્રગટ કરુ છું. 

— Narendra Modi (@narendramodi) August 1, 2020

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પૂર્વ રાજ્યસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ કે, તેમના અકાળે નિધન પર શોક વ્યક્ત કરુ છું. દુખની આ ઘડીમાં તેમના પરિવાર અને સહયોગિઓ પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરુ છું અને દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છું. ઓમ શાંતિ.. 

તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતા કહ્યુ, પોતાની વિશિષ્ટ કાર્યશૈલીથી ભારતીય રાજનીતિમાં અમિટ પ્રભાવ પાડનાર મૃદુભાષી રાજનેતા, સાંસદ શ્રી અમર સિંહજીનું નિધન દુખદ છે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરુ છું કે દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરે. ઓમ શાંતિ..

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યુ- શ્રી અમર સિંહજીના સ્નેહ-સાનિધ્યથી વંચિત થવા પર ભાવપૂર્ણ સંવેદના અને શ્રદ્ધાંજલિ..

श्री अमर सिंह जी के स्नेह-सान्निध्य से वंचित होने पर भावपूर्ण संवेदना एवं श्रद्धांजलि.

તો કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધીએ શોક વ્યક્ત કરતા લખ્યુ, ઈશ્વર શ્રી અમર સિંહજીની આત્મનાને પોતાના શ્રીચરણોમાં શરણ આપે. શ્રી અમર સિંહ જીના પરિવાર પ્રત્યે મારી ભાવપૂર્ણ સંવેદનાઓ. હું આ દુખદ ક્ષણમાં તેમના શોકાતુર પત્ની અને પુત્રીઓ પ્રત્યે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરુ છું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news