UGCનો યુનિવર્સિટીઓને આગ્રહ, વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશની યુનિવર્સિટીઓને આગ્રહ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપે. પછી ભલે અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય. કમિશનના અધ્યક્ષ જગદીશકુમારે આ જાણકારી આપી.

UGCનો યુનિવર્સિટીઓને આગ્રહ, વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશની યુનિવર્સિટીઓને આગ્રહ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપે. પછી ભલે અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય. કમિશનના અધ્યક્ષ જગદીશકુમારે આ જાણકારી આપી. યુજીસીના અધ્યક્ષ જગદીશકુમારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને આ આગ્રહ કર્યો છે. 

આ સાથે જ સ્નાતક અને પીજી કોર્સિસ માટે પણ એ બાધ્યતા સમાપ્ત થશે જેમને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો દ્વારા અંગ્રેજી માધ્યમોથી જ સંચાલિત કરવામાં આવે છે. આ જાણકારી યુજીસી અધ્યક્ષ એમ જગદીશકુમારે આપી છે. અત્રે જણાવવાનું કે યુજીસીના આ પગલાંથી એવા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રાહત મળશે જે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવાની મજબૂરીના પગલે સારું પ્રદર્શન કરી શકતા નથી. 

આ સાથે જ યુજીસી ચીફે જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અને માતૃભાષા/સ્થાનિક ભાષાઓમાં ટીચિંગ-લર્નિંગની પ્રક્રિયાને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  કમિશને ભારપૂર્વક કહ્યું કે આ પ્રયાસોને મજબૂત કરવાની જરૂર છે અને માતૃભાષા/સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકોને લખવાની અને અન્ય ભાષાઓમાંથી માનક પુસ્તકોને અનુવાદ સહિત શિક્ષણમાં તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જેવી પહેલને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. 

આ સાથે જ યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને ભલામણ કરાઈ છે કે યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સ્થાનિક ભાષાઓમાં જવાબ લખવાની મંજૂરી આપે, પછી ભલે તે કોર્સને અંગ્રેજી માધ્યમમાં સંચાલિત કરાયો હોય. આ સાથે જ સ્થાનિક ભાષાઓમાં મૂળ લેખનના અનુવાદને પણ પ્રોત્સાહન આપે અને ટીચિંગ-લર્નિંગમાં સ્થાનિક ભાષાના ઉપયોગને યુનિવર્સિટીઓની પ્રક્રિયાઓમાં પણ પ્રોત્સાહન આપે. 

CUET PG 2023 રજિસ્ટ્રેશન ડેડલાઈન આગળ વધારાઈ
બીજી બાજુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) Common University Entrance Test (CUET-PG) 2023 ની રજિસ્ટ્રેશન માટેની સમયમર્યાદાને 5મી મે 2023 સુધી આગળ વધારી છે. કુમારના જણાવ્યાં મુજબ CUET PG 2023 ઉમેદવારોને પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ એક્ઝામ માટે 5મી મેના રોજ રાતે 9.50 સુધીનો સમય આપવામાં આવશે. અરજીઓ અધિકૃત વેબસાઈટ cuet.nta.nic.in. પર સ્વીકારવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news