Video: દારૂ માફિયાઓએ યુવતીના વાળ કાપ્યા, મોઢું કાળું કરી જૂતાની માળા પહેરાવી સરઘસ કાઢ્યું

દિલ્હીના કસ્તૂરબા નગરમાં એક યુવતી સાથે ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

Video: દારૂ માફિયાઓએ યુવતીના વાળ કાપ્યા, મોઢું કાળું કરી જૂતાની માળા પહેરાવી સરઘસ કાઢ્યું

નવી દિલ્હી: દિલ્હીના કસ્તૂરબા નગરમાં એક યુવતી સાથે ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ પીડિતાને બજારમાં બધાને સામે વાળ કાપીને તેનો ચહેરો કાળો કરી ઘૂમાવતી જોવા મળે છે. દિલ્હી મહિલા આયોગે આ ઘટનાને ગંભીરતાથી લઈ દિલ્હી પોલીસને એક નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે પીડિતાની મુલાકાત પણ કરી છે. 

ચપ્પલની માળા પહેરીને ફેરવી
આયોગના જણાવ્યાં મુજબ કસ્તૂરબા નગરમાં 20 વર્ષની છોકરીનો ગેરકાયદેસર દારૂ વેચનારા દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં તેના વાળ ઉતારી, ચપ્પલની માળા પહેરાવી આખા વિસ્તારમાં મોઢું કાળું કરીને ફેરવી. આ બાજુ મહિલા આયોગે આ ઘટનામાં દિલ્હી પોલીસને  નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગે માંગણી કરી છે કે તમામ આરોપીઓ જેમાં પુરુષો-મહિલાઓ સામેલ છે તેમની ધરપકડ કરવામાં આવે અને યુવતી તથા તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. 

તે ઘરમાં અનેક મહિલાઓ ઊભી હતી
દિલ્હી મહિલા અધ્યક્ષ સ્વાતી માલિવાલે જણાવ્યું કે 20 વર્ષની યુવતીને તે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા અને ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું. તે સમયે તે ઘરમાં અનેક મહિલાઓ પણ ઊભી હતી જે યુવકોને વધુ ભડકાવી રહી હતી. તે યુવતીના માથાના વાળ કાપી લેવાયા અને તેને ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો. ચહેરો પણ કાળો કરી દેવાયો. 

— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022

યુવતીની સાથે મારપીટ કરીને તેને એક કલાક સુધી બજારમાં ફેરવવામાં આવી. દિલ્હી પોલીસને આ ઘટના અંગે નોટિસ આપવામાં આવી છે. આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવે અને યુવતીને સુરક્ષા આપવામાં આવે. હકીકતમાં આ  ઘટના પાછળ પાડોશીઓની કોઈ જૂની અદાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલા પરણીત છે અને તેનું એક બાળક પણ છે. જ્યારે પાડોશમાં એક યુવક દ્વારા આત્મહત્યા કરવાનું કારણ પીડિતા સાથે જોડવામાં આવી રહ્યું છે. પીડિતાની બહેનના જણાવ્યાં મુજબ પાછળ પાડોશમાં એક યુવક રહેતો હતો. બાદમાં તે યુવકે 12 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી જેના કારણે યુવકના પરિજનોને લાગતું હતું કે આ તેમનો છોકરો મરી ગયો. 

ત્યારબાદ પીડિતાનું કથિત અપહરણ કરાયું અને તેની સાથે જાહેરમાં ગેરવર્તણૂંક કરવામાં આવી.  યુવતીના વાળ કાપી નખાયા અને મોઢું કાળું કરી નખાયું. જો કે દિલ્હી પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમના પર સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ અન્ય આરોપીઓની પણ શોધ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news