HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'

અલાહાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પસંદગી ચા પાર્ટી અને મિજબાનીઓમાં થાય છે. આ પત્રમાં જજસાહેબે લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા અપાય છે. પત્રમાં લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોઈ જજના પરિવારમાંથી હોવું એ જ આગામી ન્યાયાધીશ બનવાનું સુનિશ્ચિત કરે છે. 
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'

નવી દિલ્હી: અલાહાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પસંદગી ચા પાર્ટી અને મિજબાનીઓમાં થાય છે. આ પત્રમાં જજસાહેબે લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા અપાય છે. પત્રમાં લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોઈ જજના પરિવારમાંથી હોવું એ જ આગામી ન્યાયાધીશ બનવાનું સુનિશ્ચિત કરે છે. 

પત્રમાં લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પસંદગીની પ્રક્રિયા બંધ રૂમમાં ચા પાર્ટીમાં પરિષ્ઠ જજોની પેરવી તથા પસંદગી હોવાની કસૌટી પર થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ગોપનીયતાનું ખાસ ધ્યાન રખાય છે તથા ભાવી ન્યાયાધીશોને નામ નિયુક્તિ પ્રક્રિયા પૂરી થયા બાદ જ સાર્વજનિક કરવાની પરંપરા રહી છે. 

'અર્થાત કોની કયા આધારે પસંદગી થઈ તેના કોઈ નિશ્ચિત માપદંડ થી, આ સાથે જ પ્રક્રિયાને ગુપ્ત રાખવાની પરંપરા પારદર્શકતાના સિદ્ધાંતને ખોટો સિદ્ધ કરવા જેવી છે.' 

જુઓ LIVE TV

જજે પત્રમાં લખ્યું છે કે 'મહોદય જ્યારે તમારી સરકાર દ્વારા National judicial selection commissionને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાયો હતો ત્યારે સમગ્ર દશને ન્યાયપાલિકામાં પારદર્શકતા પ્રત્યે આશા જાગી હતી. પરંતુ દુર્ભાગ્યવશ માનનીય સુપ્રીમ કોર્ટે તેને પોતાના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ ગણતા ગેરબંધારણીય જાહેર કર્યો. કમિશનના સ્થાપિત થવાની સાથે જ ન્યાયાધીશોને પોતાના કૌટુંબિક સભ્યોની નિયુક્તિ કરવામાં વિધ્ન આવવાની સંભાવના પ્રબળ થતી જોવા મળી. માનનીય સુપ્રીમ કોર્ટની આ વિષયમાં અતિ સક્રિયતા આપણા બધા માટે આંખ ખોલનારું પ્રકરણ સિદ્ધ થાય છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news