Corona: દિલ્હીમાં બાદ આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન, હાઈકોર્ટે આપ્યો આદેશ

ઉત્તર પ્રદેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પાંચ શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજમાં 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. હાઈકોર્ટે સોમવારે આ આદેશ આપ્યો છે. 
 

Corona: દિલ્હીમાં બાદ આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન, હાઈકોર્ટે આપ્યો આદેશ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કહેરને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશના પાંચ મોટા શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. આદેશ પ્રમાણે સોમવારે રાતથી લૉકડાઉન લાગૂ થશે જશે. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રદેશમાં 15 દિવસના લૉકડાઉન પર વિચાર કરવાનું કહ્યું છે. 

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં મહામારી બેકાબૂ થવા લાગી છે. રાજધાની લખનઉ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે યોગી આદિત્યનાથ સરકારને આદેશ આપ્યો છે કે તે 26 એપ્રિલ સુધી પ્રદેશના પાંચ સૌથી વધુ પ્રભાવિત શહેરો પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી બધા પ્રતિષ્ઠાનો બંધ કરે.

યૂપી સરકાર લૉકડાઉન પર વિચાર કરેઃ કોર્ટ
હાઈકોર્ટના આદેશ પ્રમાણે આ લૉકડાઉન સોમવારે રાતથી પ્રભાવિત થઈ જશે. તે સિવાય કોર્ટે સરકારને 15 દિવસના સંપૂર્ણ લૉકડાઉન પર વિચાર કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, અદાલતોમાં પણ માત્ર જરૂરી મામલાની વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા સુનાવણી થવી જોઈએ. સાથે તેમણે પ્રયાગરાજ અને લખનઉના સીએમઓને નિર્દેશ આપ્યો કે સંબંધિત કોવિડ હોસ્પિટલોમાં પર્યાપ્ત સંખ્યામાં ઓક્સીજન અને દવાઓની સુવિધા પૂરી કરે.

યૂપીમાં રિકવરી રેટ વધ્યો
હેલ્થ વિભાગ તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 200 નવા કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ રાજધાની લખનઉમાં આવ્યા. અહીં એક દિવસમાં 5800 નવા દર્દી સામે આવ્યા. તો કોરોનાને કારણે રાજ્યમાં 24 કલાકમાં 167 લોકોના મૃત્યુ થયા છે. રાજધાની લખનઉમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ છેલ્લા 25 દિવસમાં પ્રથમવાર સોમવારે પ્રદેશમાં સૌથી વધુ રિકવરી થઈ. છેલ્લા 24 કલાકમાં આશરે 11 હજાર લોકોએ કોરોનાને માત આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news