જ્ઞાનવાપી કેસ: અલાહાબાદ હાઈકોર્ટનો મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વ્યાસજીના ભોંયરામાં ચાલુ રહેશે પૂજા
Gyanvapi Case: હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતા વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે પણ આ મામલે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જેના વિરુદ્ધ મુસ્લિમ પક્ષ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો.
Trending Photos
જ્ઞાનવાપી કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતા વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે પણ આ મામલે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જેના વિરુદ્ધ મુસ્લિમ પક્ષ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. જો કે અહીં પણ નિરાશા મળી અને અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓના પૂજા કરવાના અધિકારને સુરક્ષિત રાખ્યો.
પૂજા પર સ્ટે ઈચ્છતો હતો મુસ્લિમ પક્ષ
હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તજામિયા કમિટી તરફથી વારાણસી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં પૂજા પર સ્ટે રાખવાની અપીલ કરાઈ હતી.
મુસ્લિમ પક્ષે કરી આ માંગણી
મુસ્લિમ પક્ષનો દાવો હતો કે ડીએમને વારાણસી કોર્ટે રિસીવર નિયુક્ત કર્યો છે. જે પહેલેથી જ કાશી વિશ્વનાથ મંદિરના સભ્ય છે. આથી તેમને નિયુક્ત કરી શકાય નહીં. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું કે દસ્તાવેજમાં કોઈ પણ ભોંયરાનો ઉલ્લેખ નથી. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું હતું કે વ્યાસજીએ પહેલેથી જ પૂજાનો અધિકાર ટ્રસ્ને ટ્રાન્સફર કર્યો હતો. તેમને અરજી કરવાનો અધિકાર નથી.
Allahabad High Court dismisses plea challenging order permitting Hindu parties to offer puja in the 'vyas tehkhana' of Gyanvapi complex. pic.twitter.com/DbkADHQAIC
— ANI (@ANI) February 26, 2024
આદેશ બાદ ખોલાયું હતું ભોંયરું
અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ ભોંયરું ખોલવામાં આવ્યું હતું. આ મામલે શૈલેન્દ્રકુમાર પાઠકે વાદ પણ દાખલ કર્યો હતો. ત્યારબાદ 31 જાન્યુઆરીના રોજ જિલ્લા જજના આદેશ પર હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર અપાયો હતો. જિલ્લા જજના આદેશ બાદ કાશી વિશ્વનાથ ટ્રસ્ટે પૂજા અર્ચના શરૂ કરી હતી.
શું છે વિવાદ
નોંધનીય છે કે પૂજા શરૂ થતા પહેલા આ મામલે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે નવેમ્બર 1993 પહેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠને તે સમયની પ્રદેશ સરકારે અટકાવી દીધી હતી. તેને શરૂ કરવા આ પુન: અધિકાર આપવામાં આવે. જ્યારે મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શિપ એક્ટનો હવાલો આપતા આ અરજીને ફગાવવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવતા હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પાઠનો અધિકાર આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે