GST on RERA: RERA માં GST ચૂકવવો પડશે નહીં,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

GST Council Meeting: રેરા દ્વારા પરોક્ષ કરની ચુકવણી અંગે GST કાઉન્સિલની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. જે આગામી મહિને થવાની છે. 

GST on RERA: RERA માં GST ચૂકવવો પડશે નહીં,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

Real Estate Sector: રિયલ એસ્ટેટ રેગુલેટરી ઓથોરિટી (RERA) ને જલદી ટેક્સેશનના મામલે મોટી રાહત મળવાની છે. જીએસટી કાઉંસિલ રેરાને પરોક્ષ ટેક્સ ચૂકવણીમાંથી છૂટ આપી શકે છે. આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને જલદી તેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.  

વાતચીત બાદ લેવામાં આવ્યો ટેક્સેશન પર નિર્ણય
ન્યૂજ એજન્સી પીટીઆઇએ રવિવારે સત્તાવાર સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે રેરાને જીએસટીમાંથી છૂટ મળવાની છે. રેરા પર ટેક્સેશનને લઇને ચર્ચા બાદ જીએસટીની ચૂકવણી કરવાની જરૂરિયાતમાંથી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે રેરા પ્રતિનિદ્ઝિઓ સાથે તેમના કામ કરવાના નેચર પર વાતચીત કરવામાં ત્યારબાદ આ નિર્ણય પર પહોંચી ગયા. 

આ કારણે RERA ની રચના કરવામાં આવી
રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમનકાર રેરાની રચના કેન્દ્ર સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં RERA એક્ટ એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ માર્ચ 2016માં પસાર કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અંગે પારદર્શિતા લાવવાનો છે. કાયદા હેઠળ તમામ રાજ્યોમાં રેરાની રચના કરવામાં આવી છે. RERA થી ગ્રાહકો ખાસ કરીને ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરે છે અને વિવાદોના ઝડપી નિરાકરણમાં મદદ કરે છે.

આગામી મહિને GST કાઉન્સિલની બેઠક 
ટૂંક સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. GST સંબંધિત તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. કાઉન્સિલની છેલ્લી બેઠક ઓક્ટોબર 2023માં મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની આગામી બેઠક આગામી મહિનાઓમાં લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા યોજવામાં આવી શકે છે. આગામી મહિને ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે, ત્યારબાદ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. મતલબ, આગામી મહિને જાહેરાત પહેલા કાઉન્સિલની બેઠક યોજવામાં આવી શકે છે.

નાણામંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉંસિલની યોજાનારી બેઠક રેરાને જીએસટીમાંથી છૂટની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જોકે ચર્ચામાં આ નિષ્કર્ષ પર પહોંચી ગયા કે રેરા પાસેથી જીએસટી વસૂલવાનો મતલબ રાજ્ય સરકારો પાસેથી ટેક્સ વસૂલવાનો છે, કારણ કે રાજ્ય સરકરો જ પોત પોતાના રાજ્યો સંબંધિત રેરા ફંડ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news