અલ્હાબાદમાં કાર રોકી લેવાતા ASP અને IG સાથે MLA હર્ષવર્ધને ગેરવર્તણુંક કરી
અલ્હાબાદના રાજ્યપાલ રામ નાઇકને મળવા પહોંચ્યા હતા ભાજપ ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી
Trending Photos
અલાહાબાદ : ભાજપ ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી એકવાર ફરીથી પોતાની નારાજગીના કારણે સમાચારમાં છે. પહેલા અલ્હાબાદ પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે ગયેલા ધારાસભ્યની ત્યાના એસપી સાથે બોલાચાલી થઇ ગઇ હતી. હવે એવું જ કંઇ આ વખતે તેમણે આઇજી અને એએસપીની સાથે કર્યું હતું. રવિવારે યૂપીના રાજ્યપાલ રામ નઇક અલ્હાબાદ એક કાર્યક્રમ માટે આવ્યા હતા. તેઓ અલ્હાબાદાના મેયર જીતેન્દ્ર સિંહના ઘરે ગયા તો હર્ષવર્ધન વાજપેયી પણ તેમની સાથે મુલાકાત કરવા માટે ત્યા પહોંચી ગયા.
#WATCH: Allahabad BJP MLA Harshvardhan Bajpai argues with IG Ramit Sharma & ASP Sukirti Madhav after his vehicle was stopped when he was arriving at the residence of former Allahabad Mayor Chaudhary Jitendra Nath Singh. (07.07.2018) pic.twitter.com/i2ZXlsfQIr
— ANI UP (@ANINewsUP) July 8, 2018
જો કે મેયરનાં ઘરની બહાર સુરક્ષામાં રહેલા આઇજી અને એએસપી સાથે તેમની ત્યારે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ જ્યારે તેમણે ધારાસભ્યની કારને રોકી લીધી. એએશપીએ જ્યારે તેમને અટકાવ્યા તો તે નારાજ થઇ ગયા અને બંન્ને પક્ષે બોલાચાલી ચાલુ થઇ ગઇ હતી. ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી પોતાની કાર દ્વારા અંદર જવા માંગતા હતા. જો કે પોલીસ કર્મચારીઓએ તેમને સુરક્ષાના કારણોથી અટકાવી દીધા હતા. કેટલાક સમર્થકો દ્વારા ત્યા પહોંચ્યા અને ધારાસભ્યોને પ્રોટોકોલની દ્રષ્ટીએ સન્માન નહી મળવાની વાત કહેતા રહ્યા.
યુપીના રાજ્યપાલ રામ નાઇક એક કાર્યક્રમ માટે રવિવારે અલ્હાબાદ પહોંચ્યા હતા. થોડા સમય માટે તેઓ ચૌધરી જિતેન્દ્ર સિંહના ઘરે પહોંચ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા સહિત તમામ તંત્રના અધિકારીઓ પણ તેમને મળવા માટે પહોંચ્યા. સુરક્ષાના કારણોસર પોલીસે બેરિયર લગાવીને ગાડીઓને આવતા જતા અટકાવી દીધી હતી. આ દરમિયાન શહેરી ઉત્તરી અલ્હાબાદના ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી પણ પહોંચ્યા તો બેરિયર પર જ તેમની ગાડી અટકાવી દેવાઇ. જેથી ભડકેલા MLA અને એએસપી વચ્ચે બોલાચાલી ચાલુ થઇ ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે