All India Institute of Ayurvedic Science: કોરોનાને માત આપીને 94% દર્દીઓ ઘરે પાછા ફર્યા, જાણો કેવી રીતે થાય છે સારવાર 

કોરોના (Corona) મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ (Ayurveda) ની એક દવા સંક્રમિતોને આપવાની સલાહ આપી છે. આ દવાનું નામ આયુષ 64 છે. આ દવા ઉપરાંત બીજા પણ અનેક ઉપાય કોરોના દર્દીઓની સારવારમાં કારગાર સાબિત થઈ રહ્યા છે. 

All India Institute of Ayurvedic Science: કોરોનાને માત આપીને 94% દર્દીઓ ઘરે પાછા ફર્યા, જાણો કેવી રીતે થાય છે સારવાર 

નવી દિલ્હી: કોરોના (Corona) મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ (Ayurveda) ની એક દવા સંક્રમિતોને આપવાની સલાહ આપી છે. આ દવાનું નામ આયુષ 64 છે. આ દવા ઉપરાંત બીજા પણ અનેક ઉપાય કોરોના દર્દીઓની સારવારમાં કારગાર સાબિત થઈ રહ્યા છે. 

આયુર્વેદ હોસ્પિટલથી 94% દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા
મળતી માહિતી મુજબ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ (All India Institute of Ayurvedic Science) માં દાખલ થયેલા દર્દીઓમાંથી લગભગ 94% દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પાછા ફરી ચૂક્યા છે. એ પણ કોઈ જ પ્રકારની આડઅસર વગર. દક્ષિણ દિલ્હીમાં બનેલી આ આયુર્વેદિક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કર્યા બાદ તેમની સારવાર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં કામ કરતા ગૌરવ કોરોના (Coronavirus) સંક્રમિત થઈ ગયા હતા. તેઓ આયુર્વેદ (Ayurveda) અને યોગથી સંપૂર્ણ રીતે સાજા થઈ ને કામ પર પાછા ફર્યા છે. 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ ના નિદેશક તનુજા નેસારી કહે છે કે આયુષ મંત્રાલયે હાલમાં જ આયુ। 64 નામની એક દવા કોરોના સંક્રમિતોની સારવારમાં ઉપયોગમાં લેવાની સલાહ આપી છે. આ દવા વર્ષ 1980માં પહેલીવાર મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાઈ હતી. આ દવાના ઉપયોગથી કોરોના દર્દીઓને પણ ફાયદો થઈ રહ્યો છે તેવું જોવા મળ્યું છે. 

કોરોના બીમારીમાં કારગર સાબિત થઈ રહ્યું છે Ayurveda
ઈન્સ્ટિટ્યૂટના ડોક્ટર રાજગોપાલ કહે છે કે માત્ર આ એક દવાથી જ કોરોના દર્દીઓની સારવાર થતી નથી. આ ઉપરાંત તાવ માટે અલગ દવા છે, જ્યારે નાક અને ગળાના ઈન્ફેક્શનથી દર્દીઓને બચાવવા માટે અણુ તેલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળા અને ચ્યવનપ્રાશનો ઉપયોગ થાય છે. 

જરૂર પડે તો એલોપેથિક દવાઓ પણ અપાય છે
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યાં મુજબ જો ઓક્સિજનનું સ્તર 90 ટકાથી નીચે જવા લાગે તો આયુર્વેદની સાથે સાથે એલોપેથીની પણ હળવી દવાઓ શરૂ કરવામાં આવે છે. જો કે તેમનું માનવું છે કે એલોપેથીમાં ઉપયોગમાં લેવાતા સ્ટેરોઈડ અને અન્ય કેટલીક દવાઓથી આડઅસરનું જોખમ રહે છે જ્યારે આયુર્વેદિક દવાઓમાં એવું હોતું નથી. 

દર્દીઓને ખુશ રાખવા માટે બનાવવામાં આવી છે 'આનંદી' ટીમ
ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર લાઈવ સ્ક્રીન દ્વારા નજર રાખવામાં આવે છે. તેમને સમયસર ભોજન, દવાઓ આપવી, તેમના મનને ખુશ રાખવા માટે 'આનંદી' નામની એક ટીમ બનાવવામાં આવી છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોના વાયરસ સામે લડવામાં શરીરની ઈમ્યુનિટીની સાથે સાથે માનસિક રીતે આશાવાદી રહેવું પણ ખુબ મદદરૂપ બને છે. 

(રિપોર્ટ-પૂજા મક્કડ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news