સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, 17માં દિવસે રેસ્ક્યૂ પૂર્ણ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવાયા છે. બચાવ ટુકડીઓએ સુરંગની ઉપરથી ઉંદરોના છિદ્રનું ખાણકામ અને વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. કામદારોને પાઇપ વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જે કામદારો બહાર આવ્યા છે તેમની હેલ્થ ચેકઅપ ચાલુ છે.
 

સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, 17માં દિવસે રેસ્ક્યૂ પૂર્ણ

ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ અને 400 કલાકો બાદ તમામ 41 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમની અથાગ મહેનતના પરિણામે મજૂરો સહી સલામત બહાર આવી શક્યા છે. તંત્રએ પણ મજૂરોને બહાર કાઢવા માટે ખુબ મહેનત કરી હતી. જ્યારે મજૂરો બહાર આવ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે તેમની સાથે મુલાકાત પણ કરી હતી. 

મુખ્યમંત્રી ધામીએ રેસ્ક્યૂ ટીમની કરી પ્રશંસા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર આવેલા શ્રમિકો સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ત્યાં હાજર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા કર્મીઓના મનોબળ અને સાહસની પ્રશંસા કરી છે. બહાર આવેલા શ્રમિકોના પરિવારજનો પણ ટનલની બહાર હાજર છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરોને મેડિકલ તપાસ માટે ટનલમાં બનેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યાં છે. 

— ANI (@ANI) November 28, 2023

કઈ રીતે ફસાયા હતા મજૂરો
નોંધનીય છે કે આ મજૂર સિલક્યારા છેડાથી અંગર ગયા હતા. જે સુરંગમાં તે ફસાયા હતા તેનો 2340 મીટરનો ભાગ તૈયાર થઈ ચૂક્યો છે. આ ભાગમાં ભૂસ્ખલન બાદ પહાડનો કાટમાળ 200 મીટરના અંતર પર પડ્યો છે. કાટમાળ આશરે 60 મીટર લંબાઈમાં છે. એટલે કે મજૂર 260 મીટરની ઉપર ફસાયા છે. આ મજૂરોને પાછળ હટવા માટે બે કિલોમીટરનો વિસ્તાર છે. 50 ફૂટ પહોળો રોડ અને બે કિલોમીટરની લંબાઈમાં આ લોકો હરીફરી શકે છે. 

— ANI (@ANI) November 28, 2023

આ રીતે ખુદને તણાવમુક્ત રાખ્યા
અંદર ફસાયેલા મજૂરોને તણાવમુક્ત રાખવા માટે બહારથી તંત્રએ ઘણી રીત અપનાવી હતી. મજૂરોને ટાઈમ પાસ કરવા અને તેને વ્યસ્ત રાખવા માટે લૂડો, પત્તા અને શતરંજ સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા. મજૂરોને તણાવ મુક્ત રાખવા માટે તેને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે મજૂરોને ફોન પર મોકલાવ્યો જેથી તે પોતાના પરિવારો સાથે વાત કરી શકે. શનિવારે મજૂરોને ગેમ રમવા માટે મોબાઈલ પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તે તણાવ મુક્ત રહી શકે.

કયાં રાજ્યોના કેટલા મજૂર

ઉત્તરાખંડ 2

હિમાચલ પ્રદેશ 1

ઉત્તર પ્રદેશ 8

બિહાર 5

પશ્ચિમ બંગાળ 3

આસામ 2

ઝારખંડ 15

ઓડિશા 5

આ છે 41 મજૂરોના નામ
ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ

સબાહ અહેમદ, બિહાર

સોનુ શાહ, બિહાર

મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ

સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ

અખિલેશ કુમાર, યુ.પી

જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ

વીરેન્દ્ર કિસ્કુ, બિહાર

સપન મંડળ, ઓડિશા

સુશીલ કુમાર, બિહાર

વિશ્વજીત કુમાર, ઝારખંડ

સુબોધ કુમાર, ઝારખંડ

ભગવાન બત્રા, ઓડિશા

અંકિત, યુ.પી

રામ મિલન, યુપી

સત્યદેવ, યુ.પી

સંતોષ, યુ.પી

જય પ્રકાશ, યુપી

રામ સુંદર, ઉત્તરાખંડ

મનજીત, યુપી

અનિલ બેડિયા, ઝારખંડ

શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ

સુક્રમ, ઝારખંડ

ટીકુ સરદાર, ઝારખંડ

ગુણોધર, ઝારખંડ

રણજીત, ઝારખંડ

રવિન્દ્ર, ઝારખંડ

સમીર, ઝારખંડ

વિશેષ નાયક, ઓડિશા

રાજુ નાયક, ઓડિશા

મહાદેવ, ઝારખંડ

મુડતુ મુર્મ, ઝારખંડ

ધીરેન, ઓડિશા

ચમરા ઉરાવ, ઝારખંડ

વિજય હોરો, ઝારખંડ

ગણપતિ, ઝારખંડ

સંજય, આસામ

રામ પ્રસાદ, આસામ

વિશાલ, હિમાચલ પ્રદેશ

પુષ્કર, ઉત્તરાખંડ

દીપક કુમાર, બિહાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news