પ્રિયંકાએ યુપીમાં ખેલ્યો એવો જબરદસ્ત દાવ, અખિલેશ તાબડતોબ માયાવતીને મળવા દોડ્યા

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખુબ  ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બુધવારે સાંજે મેરઠ પહોંચ્યા અને ત્યાં ભીમ આર્મીના મુખ્યા ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી. પ્રિયંકાની આ સોગઠીથી અન્ય રાજકીય પક્ષો ઉચાનીચા થઈ ગયાં

પ્રિયંકાએ યુપીમાં ખેલ્યો એવો જબરદસ્ત દાવ, અખિલેશ તાબડતોબ માયાવતીને મળવા દોડ્યા

નવી દિલ્હી: ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખુબ  ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બુધવારે સાંજે મેરઠ પહોંચ્યા અને ત્યાં ભીમ આર્મીના મુખ્યા ચંદ્રશેખર સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી. પ્રિયંકાની આ સોગઠીથી અન્ય રાજકીય પક્ષો ઉચાનીચા થઈ ગયાં. આ મુલાકાતની ગણતરીની ક્ષણોમાં જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી. મળતી માહિતી મુજબ મેરઠમાં પ્રિયંકા અને ચંદ્રશેખરની મુલાકાતના અહેવાલો બાદ યુપીમાં રાજકારણ ગરમાઈ ગયું અને અખિલેશ યાદવ સીધા માયાવતીને મળવા માટે તેમના લખનઉ સ્થિત માલ એવન્યૂ નિવાસ સ્થાને પહોંચી ગયાં. પ્રિયંકા અને ચંદ્રશેખરની મુલાકાત બાદ એવી અટકળો થઈ રહી છે કે માયાવતી હવે અમેઠી અને રાયબરેલી પર કોઈ નિર્ણય લઈ શકે છે. 

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી માયાવતી અને પોતાનો એક ફોટો શેર કર્યો છે જેની કેપ્શન છે આજે એક મુલાકાત મહાપરિવર્તન માટે... આ ટ્વિટ બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે સપા-બસપા ગઠબંધન જલદી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અખિલેશ યાદવ અને માયાવતીની મુલાકાત બાદ સપા પ્રવસ્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ મુલાકાત આગામી લોકસભા ચૂંટણી માટે થનારી રેલીઓ, સભાઓ અને બેઠકોના મામલે હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે. હોળી બાદ ચૂંટણી પ્રચારની ધૂંઆધાર શરૂઆત કરાશે. તેમણે કહ્યું કે ગઠબંધને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે બે સીટો છોડી છે અને ઈમાનદારીથી પૂરેપૂરું સમર્થન કરવામાં આવશે. 

akhilesh yadav meets mayawati in lucknow when priyanka gandhi met chandrashekhar in hospital

આ બાજુ સપાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાની ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર સાથેની મુલાકાત બસપા સુપ્રીમો માયાવતીના નિર્ણયની પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ પણ સંભાવનાથી ઈન્કાર કરી દીધો છે અને માયાવીત કોઈ દબાણમાં આવવાના નથી. આ ગઠબંધન કોઈ દબાણમાં આવશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news