Coronavirus: મહારાષ્ટ્રમાં 10 મંત્રી અને 20 ધારાસભ્યો કોરોના સંક્રમિત, સરકાર લગાવી શકે છે પ્રતિબંધો
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, બધાએ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે, ભલે તે ગમે તેવા પ્રકારનો કાર્યક્રમ હોય. તેમણે કહ્યું કે, ભીડ ઘટાડવી પડશે. કોવિડનું આ નવું સ્વરૂપ ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્રના 10 મંત્રી અને 20 ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શનિવારે આ જાણકારી આપી છે. તેમણે લોકોને સંક્રમણનો પ્રસાર રોકવા માટે કોવિડ પ્રતિબંધોનું પાલન કરવાની અપીલ કરી છે. ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક વિજય સ્તંભ પર શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ અહીં પત્રકારો સાથે વાત કરતા અજીત પવારે કહ્યુ કે, હું લોકોને અપીલ કરવા ઈચ્છુ છું, કે તેમણે સમજવાની જરૂર છે કે રાજ્યમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે અમારે વિધાનસભા સત્રને પાંચ દિવસ ઘટાડવું પડ્યું. આટલું નાનું સત્ર રાખવા છતાં 20થી વધુ ધારાસભ્યો અને 10 મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
આકરા પ્રતિબંધો થશે લાગૂ
લૉકડાઉન વિશે પૂછવા પર અજીત પવારે જણાવ્યુ કે, જ્યાં સુધી લૉકડાઉન કે પ્રતિબંધોની વાત છે તો ચીફ મિનિસ્ટ્રિયલ લેવલ પર ટાસ્ક ફોર્સની સાથે બેઠક થઈ ચુકી છે. લૉકડાઉન વિશે નિર્ણય લેવા માટે આપણે તે ધ્યાન રાખવું પડશે કે દૈનિક આધાર પર સંક્રમણ ક્યા દરે વધી રહ્યું છે. જો સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધવા લાગે છે તો અનિચ્છાથી સમય આવી જશે કે સરકાર પ્રસાર રોકવા માટે પ્રતિબંધો લગાવે અને કડક નિર્ણય કરે. પરંતુ હું ઈચ્છુ છું કે આવી સ્થિતિ ન આવે.
આ પણ વાંચોઃ Corona New Symptoms: સામે આવ્યા કોરોનાના બે નવા લક્ષણો, તમે પણ ચેક કરી લો, નહીં તો ભારે પડશે!
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, બધાએ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે, ભલે તે ગમે તેવા પ્રકારનો કાર્યક્રમ હોય. તેમણે કહ્યું કે, ભીડ ઘટાડવી પડશે. કોવિડનું આ નવું સ્વરૂપ ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના પ્રતિકૂળ પ્રભાવની ચેતવણી આપતા અજીત પવારે કહ્યુ કે, ભૂતકાળમાં પણ આપણે બીજી લહેરની મોટી કિંમત ચુકાવી હતી, જ્યાં આપણે આપણા કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓને ગુમાવ્યા હતા. સરકાર માટે દરેક જીવન મહત્વ રાખે છે. અમારો પ્રયાસ દરેક એકને બચાવવાનો છે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોએ પહેલા જ રાત્રી પ્રતિબંધો લગાવી દીધો છે અને દિવસમાં પ્રતિબંધો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણેમાં કોવિડ સંક્રમણ વધુ દેખાયુ છે અને અંતે અન્ય સ્થાળો પર ફેલાય રહ્યું છે, આપણે તેને રોકવાની જરૂર છે. આ વચ્ચે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22775 નવા કેસ સામે આવ્યા અને 406 લોકોના મૃત્યુ થયા છે.
મુંબઈ અને મહારાષ્ટ્રમાં વધ્યા કેસ
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના ચાર કેસ સહિત કોરોનાના 8067 નવા કેસ સામે આવ્યા, 1766 લોકો સાજા થયા અને 8ના મોત થયા હતા. પ્રદેશમાં સક્રિય કેસ 24509 છે. તો કુલ 65,09,096 લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાના 5631 નવા કેસ સામે આવ્યા, 548 સાજા થયા અને એક દર્દીનું મોત થયું છે. અહીં એક્ટિવ કેસ 16441 છે. અત્યાર સુધી 749707 લોકો સાજા થયા છે. મુંબઈમાં કોરોનાને કારણે 16376 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે