બગાવતી ભત્રીજો શાણો નીકળ્યો, અજીત પવારે કાકાની જ જૂની દવા તેમને પીવડાવી દીધી

મહારાષ્ટ્ર (Maharashtra Politics) માં મોટી રાજકીય ઉલટફેર થઈ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીત વચ્ચે બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તો એનસીપીના નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા છે. અજિત પવાર એ જ શખ્સ છે, જેમના સમર્થનની સાથે ફડણવીસે સીએમ પદના શપથ લીધા છે. પહેલા 25 ધારાસભ્યો, પણ હવે 35 ધારાસભ્યો અજીત પવાર (Ajit Pawar) ના સમર્થનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અજિત પવાર મહારાષ્ટ્રમાં એનસીપીના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ત્યારે ચારેતરફથી લોકો એમ જ કહી રહ્યા છે, અજીત પવારે કાકા શરદ પવારનો જ જૂનો દાવ ખેલ્યો છે. 1978માં શરદ પવારે (Sharad Pawar) સત્તામાં આવવા માટે કંઈક આવું જ કર્યું હતું. 
બગાવતી ભત્રીજો શાણો નીકળ્યો, અજીત પવારે કાકાની જ જૂની દવા તેમને પીવડાવી દીધી

અમદાવાદ :મહારાષ્ટ્ર (Maharashtra Politics) માં મોટી રાજકીય ઉલટફેર થઈ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીત વચ્ચે બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તો એનસીપીના નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા છે. અજિત પવાર એ જ શખ્સ છે, જેમના સમર્થનની સાથે ફડણવીસે સીએમ પદના શપથ લીધા છે. પહેલા 25 ધારાસભ્યો, પણ હવે 35 ધારાસભ્યો અજીત પવાર (Ajit Pawar) ના સમર્થનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અજિત પવાર મહારાષ્ટ્રમાં એનસીપીના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ત્યારે ચારેતરફથી લોકો એમ જ કહી રહ્યા છે, અજીત પવારે કાકા શરદ પવારનો જ જૂનો દાવ ખેલ્યો છે. 1978માં શરદ પવારે (Sharad Pawar) સત્તામાં આવવા માટે કંઈક આવું જ કર્યું હતું. 

72 કલાકમાં BJPએ ખેલ પાડ્યો, રાત્રે 11થી 4 સુધી નેતાઓની વાતચીત, અને સવારે તખ્તાપલટ

ઉલ્લેખનીય છે કે, અજિત પવારે સત્તામાં આવવા માટે કાકા શરદ પવારનો જ રસ્તો અપનાવ્યો છે. કંઈક આવુ જ, તેમના કાકા શરદ પવારે 1978માં કર્યું હતું. તે સમયે તેમની પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને શરદ પવાર જનસંગના સમર્થનમાં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે હવે અજિત પવાર એનસીપીના ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યાં છે.

શું બન્યું હતું 1978માં...
1977માં લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસ પાર્ટી જનતા પાર્ટી સામે ઈલેક્શન હારી ગઈ હતી. ત્યારે હારની જવાબદારી લેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શંકરરાવ ચવ્હાણે રાજીનામુ આપ્યું હતું. તેમની જગ્યાએ વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં કોંગ્રેસમાં ફાટ પડી હતી. બંને ભાગોએ વિધાનસભા ઈલેક્શન અલગ અલગ લડ્યું હતું.

આ ઈલેક્શનમાં જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. પરંતુ તેમની પાસે બહુમત ન હતું. આ સ્થિતિમાં કોંગ્રેસના બંને ભાગોએ આપસમાં સમજદારી કરીને સરકાર બનાવી હતી. આ સરકારમાં શરદ પવાર ઉદ્યોગ અને શ્રમમંત્રી હતા. જુલાઈ 1978માં શરદ પવારે પોતાની પાર્ટી છોડી હતી. આ દરમિયાને કેટલા ધારાસભ્ય તોડવામાં તેઓ સફળ રહ્યા હતા. જનતા પાર્ટીએ તેમને સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું. 

આમ, પહેલીવાર તેઓ 1978માં માત્ર 38 વર્ષની વયે મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા હતા. તેને પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધન કહેવામાં આવ્યું હતું. 1980માં જેમ દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર બની, તેઓએ શરદ પવારની સરકારને બરખાસ્ત કરી દીધી હતી અને આગામી ઈલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીને બહુમત મળ્યું હતું. કોંગ્રેસની તરફથી એ.આર.અંતુલે મુખ્યમંત્રી બન્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news