આખરે સુશાંત કેસ પર AIIMSના ડૉ. સુધીર ગુપ્તાએ આપ્યું નિવેદન, હવે CBI તાબડતોબ કરશે 'આ' કામ 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં એમ્સ (AIIMS) ના ડૉ. સુધીર ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે હત્યા કે આત્મહત્યાનું તારણ કાઢવું ખુબ મુશ્કેલ છે. તેમણે આ કેસમાં વધુ ફોરેન્સિક તપાસની જરૂરિયાત જણાવી છે. સીબીઆઈને રિપોર્ટ સોંપવા બાબતે તેમણે કહ્યું કે પુરાવાના આધારે CBIને આ રિપોર્ટ સોંપ્યો છે. 
આખરે સુશાંત કેસ પર AIIMSના ડૉ. સુધીર ગુપ્તાએ આપ્યું નિવેદન, હવે CBI તાબડતોબ કરશે 'આ' કામ 

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં એમ્સ (AIIMS) ના ડૉ. સુધીર ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે હત્યા કે આત્મહત્યાનું તારણ કાઢવું ખુબ મુશ્કેલ છે. તેમણે આ કેસમાં વધુ ફોરેન્સિક તપાસની જરૂરિયાત જણાવી છે. સીબીઆઈને રિપોર્ટ સોંપવા બાબતે તેમણે કહ્યું કે પુરાવાના આધારે CBIને આ રિપોર્ટ સોંપ્યો છે. 

અત્રે જણાવવાનું કે ડૉક્ટર સુધીર ગુપ્તા (Sudhir Gupta)  એ પાંચ ડૉક્ટરોની ટીમમાં સામેલ હતા જેમણે સુશાંત સિંહ રાજપૂતનો ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ બાજુ સીબીઆઈની ટીમ એમ્સથી વિસરાના વધેલા સેમ્પલ સહિત બાકી સાયન્ટિફિક સેમ્પલ પોતાની સાથે લઈ ગઈ. સીબીઆઈ હવે આ સેમ્પલની તપાસ અન્ય મોટી ફોરેન્સિક લેબમાં પણ કરાવશે. 

सुशांत केस: सामने आया AIIMS के डॉ. सुधीर गुप्ता का बयान, अब CBI उठाएगी ये कदम

અમારી તપાસ પ્રોફેશ્નલ હતી-મુંબઈ પોલીસ કમિશનર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સના રિપોરટ્ પર મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહનું પણ નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે 'કૂપરના ડોક્ટરોએ પ્રોફેશનલ પોસ્ટમોર્ટમ કર્યું હતું. જ્યારે અમારી પાસે સુપ્રીમ કોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો ત્યારે કોર્ટે તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ રિપોર્ટ ફક્ત 5-6 લોકોએ જોયો હતો. જેમણે તેની જોયા વગર જ ટીકા કરી, બધા અંગત સ્વાર્થના કારણે કરી રહ્યા હતાં.' 

સિંહે વધુમાં કહ્યું કે અમારું પહેલેથી એ સ્ટેન્ડ હતું કે અમારી તપાસ પ્રોફેશ્નલ હતી અને કૂપરના ડૉક્ટરોએ પણ સારું કામ કર્યું. અમે અમારા તમામ તપાસ રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધા છે. અમારું કામ પ્રોફેશ્નલ છે. ADRની તપાસમાં છ મહિના લાગે છે અને કોઈ વિલંબ નહતો. AIIMSના રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાનો અને આત્મહત્યાની વાત છે. સીબીઆઈની તપાસ વિશે ખબર નથી, પ્રોફેશ્નલ એજન્સી છે. 

શિવસેના નેતા સંજય રાઉતે પણ સાધ્યું નિશાન
સુશાંત કેસમાં સીબીઆઈ તપાસ પર થઈ રહેલા સવાલો પર શિવસેનાના નેતા સંજય રાઉતે પણ નિશાન સાધ્યું. રાઉતે આજે કહ્યું કે 'પહેલા મુંબઈ પોલીસ પર ભરોસો નહતો તો સુપ્રીમ કોર્ટ ગયા અને તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ. હવે સીબીઆઈ પર ભરોસો નથી. પછી ઈન્ટરનેશનલ કોર્ટ, સીઆઈએ કે પછી કેજીબી પાસે જાઓ. રાઉતે કહ્યું કે આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકાર, પોલીસ અને ઠાકરે પરિવારને બદનામ કરવાની કોશિશ થઈ.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news