ગુજરાતમાં આ ચાની દુકાન કબ્રસ્તાનમાં બનેલી છે, કબરો નજીક બેસીને લોકો ખાય છે પીવે છે, જાણો કારણ
Tea Shop In Graveyard: જો તમને કહેવામાં આવે કે કબરોની બાજુમાં બેસીને તમારે ખાવા પીવાનું છે તો થોડી પળો માટે તો તમે અસહજ મહેસૂસ કરશો. પરંતુ અમદાવાદમાં એક એવી ચાની દુકાન છે જેમાં એવું કઈક સેટિંગ છે અને લોકો કબ્રસ્તાનમાં આવીને ચા પીતા જોવા મળે છે. ખાય છે પીવે છે.
Trending Photos
Tea Shop In Graveyard: જો તમને કહેવામાં આવે કે કબરોની બાજુમાં બેસીને તમારે ખાવા પીવાનું છે તો થોડી પળો માટે તો તમે અસહજ મહેસૂસ કરશો. પરંતુ અમદાવાદમાં એક એવી ચાની દુકાન છે જેમાં એવું કઈક સેટિંગ છે અને લોકો કબ્રસ્તાનમાં આવીને ચા પીતા જોવા મળે છે. ખાય છે પીવે છે. અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા લકી ટી સ્ટોલ 72 વર્ષથી ચાલે છે. જાણીતા આર્ટિસ્ટ એમ એફ હુસૈન અવારનવાર ચા પીવા માટે અહીં આવતા હતા. હુસૈને 1994માં સ્ટોલના માલિકને પોતાની એક પેઈન્ટિંગ પણ ભેટમાં આપી હતી. આ પેઈન્ટિંગ હજુ પણ ચાની દુકાનની દીવાલો પર લટકેલી તમને જોવા મળશે.
કબરોની બાજુમાં બેસીને ખાય છે પીવે છે લોકો
એપ્રિલમાં ટ્રાવેલ એન્ડ ફૂડ બ્લોગિંગ એકાઉન્ટ @hungrycruisers એ લકી ટી સ્ટોલ વિશે એક વીડિયો શેર કર્યો હતો જેના પર હજારો લાઈક્સ પણ મળી. વીડિયોમાં @hungrycruisers એ અહીંના અનોખા સેટ અપ પાછળની કહાનીને સંક્ષિપ્તમાં જણાવી. વીડિયો મુજબ રેસ્ટોરાના માલિક કૃષ્ણન કુટ્ટીએ અમદાવાદમાં આ જમીન ખરીદી હતી. પરંતુ તેઓ એ તથ્યોથી અજાણ હતા કે અહીં એક કબ્રસ્તાન હતું. જો કે તેમને જ્યારે આ જગ્યા વિશે જાણવા મળ્યું તો તેમણે રેસ્ટોરા બનાવવાનો પ્લાન છોડ્યો નહીં. કબજોની ચારેબાજુ લોઢાના સળિયા લગાવવા ઉપરાંત કબરોને છોડીને તેમના માલિકે બાકીની જગ્યા પર કબજોની ચારેબાજુ બેસવાની જગ્યા બનાવી દીધી.
પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે દરેક સવારે કર્મચારીઓ તમામ કબરોને સાફ કરે છે અને તેમને તાજા ફૂલોથી સજાવે છે. ધીરે ધીરે આ જગ્યા પ્રખ્યાત થવા લાગી અને શહેરમાં ફરવા માટે પસંદગીની જગ્યાઓમાંથી એક બની ગઈ. કેપ્શનમાં એમ પણ લખ્યું છે કે જે રીતે તમે જીવિત લોકોનું સન્માન કરો છો તે રીતે મૃતકોનું પણ સન્માન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે