ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ CM યોગીએ કર્યો જીતનો દાવો, અખિલેશને આ વાતની ફરિયાદ
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણી મોટી જાહેરાતો કરી હતી. આ ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.
Trending Photos
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણી મોટી જાહેરાતો કરી હતી. આ ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. આવો જાણીએ નેતાઓના પક્ષ...
સીએમ યોગીએ ભારી હુંકાર
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને ચૂંટણીની તારીખનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે ડબલ એન્જિનવાળી સરકાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ રહેશે.
लोकतंत्र के महापर्व में प्रदेश के चुनाव की तिथियों की घोषणा का स्वागत।
भारतीय जनता पार्टी डबल इंजन की सरकार की उपलब्धियों के आधार पर जनता जनार्दन के आशीर्वाद से प्रचंड बहुमत की सरकार बनाने में सफल होगी।
— Yogi Adityanath (@myogiadityanath) January 8, 2022
અખિલેશે કર્યો વિરોધ
સપાના વડા અખિલેશ યાદવે પણ ઝી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે 10 માર્ચે ભાજપનો સફાયો થઈ જશે અને આખું રાજ્ય આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. આ સાથે અખિલેશે ચૂંટણી પંચના આદેશ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી કોઈ રેલી નહીં થાય. આ મુદ્દે અખિલેશે કહ્યું કે અમે ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ચૂંટણી પંચે ડિજિટલ સ્પેસ માટે નિયમો બનાવવા જોઈએ, કારણ કે શાસક પક્ષ તેનો દુરુપયોગ કરી શકે છે.
માયાવતીએ કરી ખાસ અપીલ
બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ ટ્વિટર પર લાંબી પોસ્ટ લખીને આ જાહેરાતને આવકારી છે અને ચૂંટણી પંચ પાસેથી આશા વ્યક્ત કરી છે કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં પંચ મહત્વની ભૂમિકા ભજવશે. આ સિવાય તેમણે ચૂંટણી પંચને અપીલ કરી છે કે સત્તાધારી પક્ષ દરેક ચૂંટણીમાં નવી રણનીતિ અપનાવીને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે. તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે.
1.यूपी सहित पाँच राज्यों में विधानसभा आमचुनाव हेतु भारत निर्वाचन आयोग द्वारा आज तिथि की घोषणा का स्वागत। आशा ही नहीं बल्कि पूर्ण विश्वास है कि आयोग यह चुनाव स्वतंत्र, निष्पक्ष, सुचारू व शान्तिपूर्वक कराने की अपनी ज़िम्मेदारी को जन अकांक्षा के अनुरूप पूरी मुस्तैदी से जरूर निभाएगा।
— Mayawati (@Mayawati) January 8, 2022
કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું, 'અમે ઉત્તરાખંડની ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. કોંગ્રેસ હંમેશા આચારસંહિતા અને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરે છે.
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણી મોટી જાહેરાતો કરી હતી. આ ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે