કોરોનાની ગમે તેવી લહેર આવે હવે દરેક જિલ્લાઓ તમામ પ્રકારે કોરોના સામે લડવા માટે સજ્જ

જિલ્લામાં ઘણા સમય બાદ 12 જેટલા કોરોના પોઝિટિવ કેશ નોંધાતા તંત્ર હાલ હરકતમાં આવ્યું છે. જોકે ભૂતકાળની પરિસ્થિતિ કરતા હાલ ઘણો સુધારો પણ થયો છે, તેમજ જિલ્લામાં ગવર્મેન્ટ કોવિડ હોસ્પિટલ એક જ હતી. તેની સામે તમામ તાલુકાઓમાં કુલ મળી 5 કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. કોરોના અને ઓમિક્રોન જેવી મહામારી સામે લડવા નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સજ્જ છે.
કોરોનાની ગમે તેવી લહેર આવે હવે દરેક જિલ્લાઓ તમામ પ્રકારે કોરોના સામે લડવા માટે સજ્જ

નર્મદા : જિલ્લામાં ઘણા સમય બાદ 12 જેટલા કોરોના પોઝિટિવ કેશ નોંધાતા તંત્ર હાલ હરકતમાં આવ્યું છે. જોકે ભૂતકાળની પરિસ્થિતિ કરતા હાલ ઘણો સુધારો પણ થયો છે, તેમજ જિલ્લામાં ગવર્મેન્ટ કોવિડ હોસ્પિટલ એક જ હતી. તેની સામે તમામ તાલુકાઓમાં કુલ મળી 5 કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. કોરોના અને ઓમિક્રોન જેવી મહામારી સામે લડવા નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સજ્જ છે.

નર્મદા જિલ્લામાં જ્યારથી કોરોના કેશ નોંધાયા ત્યારથી આરોગ્ય વિભાગ દ્વારા ખડે પગે કામગીરી થઈ રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં ઘણી મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી. વેન્ટિલેટર નહતા, વોર્ડ ઓછા હતા તેમજ ઓક્સીજનનો પણ ઘણો અભાવ હતો. જોકે હાલ, જિલ્લાના વડુમથક રાજપીપલા ખાતે કાર્યરત ગવર્મેન્ટ કોવિડ હોસ્પિટલની સાથે સાથે તાલુકાઓમાં પણ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે, તેમજ ભૂતકાળમાં કોરોનાની સારવાર માટે 150 બેડની સુવિધા હતી. તેને વધારીને 902 કરવામાં આવી છે, તદુપરાંત ઓક્સિજન બેડ સંખ્યા 8 હતી તેને વધારીને 392 કરવામાં આવી છે. 

કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજન પ્લાન્ટ જીરો હતા, તે હાલ 10 કરવામાં આવ્યા છે. લિકવિડ ઓક્સિજન ટેન્ક પણ જીરો હતી. તે હાલ 10 કરવામાં આવી છે. વેન્ટીલેટર ભૂતકાળમાં 15 હતા તે વધારીને 90 કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટની સુવિધાનો અભાવ હતો. રિપોર્ટ આવતા બે દિવસથી વધુનો સમય લાગતો હતો તે આજે 3 જેટલી RTPCR  લેબ નર્મદા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે. જે રાજપીપળા, ડેડીયાપાડા, તેમજ ગરૂડેશ્વરમાં કાર્યરત છે, ધન્વંતરિ રથ, સંજીવની રથની સંખ્યા 14 માંથી 15 કરવામાં આવી છે, અને 108 ની સંખ્યા 11 હતી. જે 12 કરવામાં આવી છે, તેમજ પહેલા ડોઝનું વેકશીનેશન 93 ટકા અને બીજા ડોઝનું વેક્સીનેશ 96 ટકા થઈ ચૂક્યું છે, કોરોનાની બીજી લહેર બાદ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાની ત્રિજી લહેર અને ઓમિક્રોન સામે લડવા સાવચેતીના ભાગ રૂપે તમામ તૈયારીઓ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે, કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમજ સરકારે કોરોનાની પરિસ્થિ જોતા કોરોના સંક્રમનથી બચવા તબક્કા વાર કોવિડ-19 ગાઈડ લાઈન જાહેર કરી છે. નર્મદા જિલ્લામાં પણ કોરોના કેશ વધતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં કોરોનાથી બચવા નિયમોનું પાલન ખૂબ જરૂરી છે ત્યારે રાજપીપળાના મુખ્ય બજારોમા પબ્લિકનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો કોરોનાને ભૂલી બેખોપ ફરતા નજરે આવી રહ્યા છે. ઘણા લોકો માસ્ક નથી પહેરતા, કર્મીક તેમજ રાજકીય કાર્યક્રમોમાં કોવિડ-19 ગાઈડ લાઇનના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ પણ આવા લોકોને વિનંતી કરી હતી કે આવનાર સમયમાં કોરોના તેમજ ઓમિક્રોનના સંક્રમણથી બચવું હોય તો કોવિડના નિયમોનું પાલન કરવું પડશે. હાલના અમયમાં માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર કોરોનાની ત્રીજી લહેરને રોકવાનો એક માત્ર ઉપાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news