હંદવાડા બાદ ભારતનાં સંભવિત વળતાપ્રહારથી થથરી રહ્યું છે પાક. પેટ્રોલિંગ વધાર્યું
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસના ભય વચ્ચે પણ પાકિસ્તાન (Pakistan) પોતાની શેતાની પ્રવૃતિ કરવાથી ચુકતું નથી. હવે તેની એરફોર્સનાં જેટ્સે હંદવાડા આતંકવાદી હુમલા બાદ પોતાનાં વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. જમ્મુ કાશ્મીરના હંદવાડમાં આતંકવાદીઓ સાથે સંઘર્ષમાં ભારતીય સેનાના કર્નલ શહીદ થઇ ગયા હતા, ત્યાર બાદથી જ પાકિસ્તાન એરફોર્સે ફ્લાઇંગ ઓપરેશન વધારી દીધું છે.
સરકારનાં ઉચ્ચ પદસ્થ સુત્રોના અનુસાર ઘટના સમયે પાકિસ્તાન એક એરિયલ એક્સરસાઇઝ કરી રહ્યું હતું. જેની માહિતી ભારત પાસે પહેલાથી જ હતી. સુત્રોએ કહ્યું કે, ભારતીય કર્નલના શહીદ થયા બાદ પાકિસ્તાની એરફોર્સે પોતાનાં ફાઇટર એરક્રાફ્ટ F 16s અને JF-17 સાથે પેટ્રોલિંગ પણ વધારી દીધું. ત્યાર બાદ ભારત સતત સર્વેલ્સ પ્લેટફોર્મ દ્વારા મોનિટરિંગ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારત સરકાર દ્વારા સંભવિત ફાલ્સ ફ્લેગ ઓપરેશનની વાત કરી હતી, ત્યાર બાદ નવી દિલ્હીએ કહ્યું હતું કે, હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને તે ભારતમાં સ્થાન મેળવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનને નિશાન બનાવીને ખોટા ફ્લેગ ઓપરેશન બહાને અમને બદનામ કરવાનાં ભારતના સતત પ્રયાસો અંગે વિશ્વને ચેતવવા માંગુ છું. એલઓસીની પાર ઘુસણખોરીનાં ભારત દ્વારા લગાવાયેલા નવા અને આધારહિન આરોપો આ ખતરનાક એજન્ડાને સતત વધારી રહ્યા છે.
બીજી તરફ સુત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન, કાશ્મીરમાં હિંસા બાદ ભારત દ્વારા ઉઠાવાયેલા કોઇ પણ પગલાની માહિતી મેળવવા અથવા તેને ખાળવા માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. પાકિસ્તાની સેના, ભારતીય સેનાની સંભવિત જવાબી કાર્યવાહીથી ખુબ જ ભયભીત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે