કોરોના વાયરસને કારણે આવ્યા 5 મોટા ફેરફાર, શું શીખ લેશે દુનિયા?
કોરોના વાયરસ (Covornavirus)નું સંકટ જ્યારે સમાપ્ત થશે, વિશ્વ પહેલાં જેવું રહેશે નહીં. આ મહામારીએ ઘણી શીખ આપી છે જે યાદ રાખવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વને ઘણી શીખ આપી છે. ઘણા દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેનાથી પણ ઘણું શીખવા મળ્યું છે. હવે દરેક દેશને સમજાય ગયું છે કે આવો ખતરો જણાવીને આવશે નહીં અને આ સમયે એકબીજાની મદદ વગર સંકટમાંથી બહાર આવી શકાશે નહીં. આર્થિક નુકસાન પોતાની જગ્યાએ, પરંતુ માનવતાને બચાવવા માટે ઘણા દેશોને આ વાયરસે એકત્રિત કરી દીધા છે. કોઈપણ વૈશ્વિક મહામારીના દૂરગામી પરિણામો હોય છે. કેટલિક વાતો શીખી શકાય છે, કેટલિક જૂની વસ્તુ છોડવામાં આવે છે. આ ફેરફાર આપણે છેલ્લા કેટલાક દિવસોમાં જોયા છે, તે ભલે સ્થાયી ન હોય પરંતુ આશા જગાવે છે. તેવા 5 ફેરફાર જે વિશ્વ અપનાવી લેશે તો પહેલાથી સારૂ થઈ શકે.
નમસ્તે છે બેસ્ટ
કોરોના વાયરસ ફેલાવાનો સૌથી મોટો ખતરો સંક્રમિત હાથોથી છે. ઇન્ફેક્ટેડ વ્યક્તિ કોઈ વસ્તુને અડે તો ત્યાં વાયરસનું ઘર બની જાય છે. તેવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો ફંડા આવ્યો. હવે હાથ મિલાવવાનું તો સંભવ નથી, તેવામાં ભારતે આપ્યું 'નમસ્તે'. પોતાના બંન્ને હાથ જોડીને અભિવાદનની આ રીત કોરોનાના સમયમાં છવાય ગઈ. જાપાનમાં પણ આ પ્રકારનું અભિવાદન થાય છે. આશા છે કે આવનારા સમયમાં આ ચલણ વિશ્વભરમાં યથાવત રહેશે.
વર્ક ફ્રોમ હોમ હવે સત્ય
કોર્પોરેટ્સ લાખો બહાના બનાવી લે, તે સત્ય છે કે વર્કિંગ સિસ્ટમ હવે તેવી રહેશે નહીં. લૉકડાઉનને કારણે તે વાત સ્પષ્ટ થઈ ગઈ કે ઘણા કામ ઘરે બેસીને પણ કરી શકાય છે. મોટા અને વિકસિત દેશોમાં તેનું ચલણ તો હતું પરંતુ મેનસ્ટ્રીમ નહોતું. કોરોના વાયરસે વર્ક ફ્રોમ હોમને મેનસ્ટ્રીમ કરી દીધું. પ્રોડક્ટિવિટી કેવી રહી, તેના આંકડા જલદી આવશે. પરંતુ તે નક્કી છે કે હવે કર્મચારી માગ કરશે કે તેને ઘરેથી કામ કરવામાં વધુ સરળતા છે. લગભગ, ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમ રોજગારનું એક રેગ્યુલર ફીચર બની જાય.
શુદ્ધ હવા, ખુબસુરત આકાશ
કોરોના વાયરસે વિશ્વભરમાં કામ ઠપ્પ કરી દીધું. લોકોનું ઘરેથી નિકળવાનું બંધ થઈ ગયું. ફેક્ટ્રિઓના ધુમાડાનું હવામાં અને કેમિકલનું નદીમાં પડવું બંધ થઈ ગયું. વ્યક્તિએ પ્રકૃતિને શ્વાસ લેવાનો સમય આપ્યો તો ફેરફાર સ્પષ્ટ જોવા મળ્યો. ચકલીઓ ચીંચી કરવા લાગી છે. કોંક્રીટના જંગલો વચ્ચે પણ જાનવરો જોવા મળી રહ્યાં છે. પ્રદુષણને કારણે કેવો માહોલ બને છે, આ પાછલા વર્ષે દિલ્હી અને ઉત્તર ભારતે અનુભવ કર્યો. જે રીતે લૉકડાઉને પર્યાવરણને ફાયદો પહોંચાડ્યો છે, તેનાથી લગભગ હવે સરકાર શીખ લેશે. જરૂરીયાત છે કે એવા નિર્ણયો જે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન પહોંચાડે.
હાઈસ્પીડ ઇન્ટરનેટ સમયની જરૂરીયાત
એક તો વર્ક ફ્રોમ હોમે ઘરેલૂ ઈન્ટરનેટ સ્પીડને સારી કરવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે. જે નેટવર્કિંગની સમસ્યા હજુ છે, તેને દૂર કરીને હાઈસ્પીડ ઈન્ટરનેટને પ્રોત્સાહન મળશે. તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે પ્રભાવી ઈન્ટરનેટના ઉપયોગથી વ્યાપારને સરળ બનાવી શકાય છે. સાથે અલગ-અલગ મિટિંગ માટે મળવું જરરી નથી. વીડિયો ચેટ હવે ઝડપથી ચલણમાં આવશે.
વીડિયો કોન્ફરન્સે જગાવી આશા
કોરોના વાયરસના આ સમયમાં એક વસ્તુ સૌથી અલગ અને અનોખી જોવા મળી. તે હતું વીડિયો કોન્ફરન્સ દ્વારા મોટી-મોટી બેઠકોનું સરળતાથી થઈ જવું. નેશનલ હોય કે ઈન્ટરનેશનલ, કોઈ મોટી બેઠક માટે ક્યાંય જવાની જરૂર રહી ગઈ નથી. તેના ઘણા ફાયદા છે. પહેલા તો મોટો ખર્ચ બચશે. બીજો હવામાં ટ્રાફિક ઓછો થશે. કારણ કે ઘણા મોટા આયોજનની સાથે સાથે નાના આયોજન પણ થાય છે, તેવામાં તેના ખર્ચ પર લગામ લાગશે. એક મોટી સમસ્યા વીવીઆઈપી મૂવમેન્ટની રહે છે, વીડિયો કોન્ફરન્સ તેનો તોડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે