બુલબુલ વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડું બંગાળમાં દેશે દસ્તક
થોડા દિવસો પહેલાં બુલબુલ વાવાઝોડાએ (cyclone)એ બંગાળ (West Bengal), ઓડિશા અને બાંગ્લાદેશના તટવર્તીય વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો જેમાં ઘણા ખેતરો બરબાર થઇ ગયા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. હવે ફરી એકવાર વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેનું નામ 'નાકડી' બતાવવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: હમણાં થોડા દિવસો પહેલાં બુલબુલ વાવાઝોડાએ (cyclone)એ બંગાળ (West Bengal), ઓડિશા અને બાંગ્લાદેશના તટવર્તીય વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો જેમાં ઘણા ખેતરો બરબાર થઇ ગયા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. હવે ફરી એકવાર વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેનું નામ 'નાકડી' બતાવવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ચીન તરફથી નાકડી વાવાઝોડું આવ્યા બાદ સંભાવના છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું બુલબુલ કરતાં પણ ભયંકર અને શક્તિશાળી હશે. આ વાવાઝોડાની ઉત્પત્તિ દક્ષિણ ચીનના સાગરમાંથી થશે.
કહેવામાં આવી રહ્યું છે કે હાલ આ નાકડી ધીરે ધીરે વિએતનામા તરફ જઇ રહ્યું છે અને ત્યાં વરસાદ બાદ મ્યાંમારના દક્ષિણી ભાગમાં પહોંચે અને ત્યારબાદ અનુમાન છે કે આ નાકડી વાવાઝોડું બંગાળની ખાડીમાં પહોંચશે અને ત્યારબાદ શું થશે હાલમાં કહી ન શકાય. પશ્વિમ બંગાળના આવવાનું પુરૂ અનુમાન છે અને સાથે-સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં પણ તેની અસર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે