સોનભદ્ર કાંડ: 24 કલાકના ધરણા બાદ પીડિત પરિવારોના કેટલાક લોકોને મળ્યાં પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશના સોનભદ્ર હત્યાકાંડમાં 10 લોકોના મોત બાદ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. નરસંહારના 3 દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા રવાના થયાં. પરંતુ તેમને અધ વચ્ચે જ રોકીને અટકાયત કરાઈ અને મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટહાઉસમાં રોકવામાં આવ્યાં. જ્યાં તેમણે પોતાના કાર્યકર્તાઓ સાથે રાતભર ધરણા ધર્યાં. શનિવારે તેમણે ફરીથી એક વાત દોહરાવી અને પ્રિયંકાએ જામીન માટે પર્સનલ બોન્ડ આપવાની પણ ના પાડી દીધી. ત્યારબાદ પ્રશાસને 24 કલાક બાદ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર ઘટનાના  પીડિતો સાથે મુલાકાત કરાવી.
સોનભદ્ર કાંડ: 24 કલાકના ધરણા બાદ પીડિત પરિવારોના કેટલાક લોકોને મળ્યાં પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી/મિર્ઝાપુર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર હત્યાકાંડમાં 10 લોકોના મોત બાદ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. નરસંહારના 3 દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા રવાના થયાં. પરંતુ તેમને અધ વચ્ચે જ રોકીને અટકાયત કરાઈ અને મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટહાઉસમાં રોકવામાં આવ્યાં. જ્યાં તેમણે પોતાના કાર્યકર્તાઓ સાથે રાતભર ધરણા ધર્યાં. શનિવારે તેમણે ફરીથી એક વાત દોહરાવી અને પ્રિયંકાએ જામીન માટે પર્સનલ બોન્ડ આપવાની પણ ના પાડી દીધી. ત્યારબાદ પ્રશાસને 24 કલાક બાદ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર ઘટનાના  પીડિતો સાથે મુલાકાત કરાવી.

પીડિતોને મળતા રોક્યાં
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોલીસ પ્રશાસન પર આરોપ લગાવ્યો કે પીડિત પરિવારોને મને મળતા રોકવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે પ્રશાસન પીડિત પરિવારોને ગેસ્ટ હાઉસની અંદર  આવવા દેતા નથી. તેમણે કહ્યું કે સોનભદ્ર નરસંહારના પીડિતોના પરિવારના બે સભ્યોની સાથે મારી મુલાકાત થઈ છે. જ્યારે 15 અન્ય લોકો અહીં મને મળવા આવ્યાં હતાં પરંતુ પ્રશાસને મારી સાથે ન તો મુલાકાત કાવી કે ન તો તેમને મળવાની મંજૂરી અપાઈ. યોગી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભગવાન જાણે કે તેમની શું માનસિકતા છે. 

જુઓ LIVE TV

યોગી સરકાર પર લગાવ્યાં આરોપ
યોગી સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે પીડિત પરિવારોને મને મળવામાં આટલી વાર કેમ લગાવવામાં આવી? પ્રશાસને આ પીડિતોનીકેમ તરત મદદ ન કરી? તેમણે ફરીથી એ વાત દોહરાવી કે તમામ પીડિત પરિવારોને મળ્યા વગર તેઓ પાછા ફરશે નહીં. 

ફરી બેઠા ધરણા પર
પીડિત પરિવારના બે લોકોને મળ્યાં  બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના સમર્થકો સાથે એકવાર ફરીથી ધરણા પર બેસી ગયા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું તમામ પીડિત પરિવારોને નહીં મળે ત્યાં સુધી પાછી ફરીશ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news