પેટ્રોલમાં સતત બીજા દિવસે રાહત, ડીઝલની કિંમત 8 દિવસથી સ્થિર
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલની કિંમતમાં નરમ વલણ વચ્ચે શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સ્થિરતા રહી. આ પહેલા શુક્રવારે પણ તેલના ભાવ સ્થિર રહ્યાં હતા. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલમાં 8 પૈસા પ્રતિ લીટર અને કોલકત્તામાં 12 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલ જૂના સ્તર 73.35 રૂપિયા પ્રતિ લીટર પર છે. આ વર્ષ 2019મા દિલ્હીમાં પેટ્રોલ હાઈ સ્તર પર છે.
તમારા શહેરના ભાવ
ઈન્ડિયન ઓઈલની વેબસાઇટ પર શનિવારે અપડેટ કરવામાં આવેલા ભાવ અનુસાર, દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ક્રમશ- 73.35 રૂપિયા, 75.77 રૂપિયા, 78.96 રૂપિયા અને 76.19 રૂપિયા પ્રતિ લીટર છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ જૂના સ્તર પર ક્રમશઃ 66.24 રૂપિયા, 68.31 રૂપિયા અને 69.43 રૂપિયા અને 69.97 રૂપિયા પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલનો ભાવ છેલ્લા સાડા સાત મહિનામાં હાઈ લેવલ પર છે. આ પેલા 29 નવેમ્બર 2018ના રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતો. તો નવેમ્બરમાં પેટ્રોલનો ભાવ 73.57 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 55.76 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 62.47 રૂપિયા બેરલ પ્રતિ ડોલરના સ્તર પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે