ભાજપમાં જોડાઇ શકે છે જયા પ્રદા, રામપુરમાં આઝમ ખાનને આપી શકે છે પડકાર

સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઇ શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ જયા પ્રદા ભાજપની રામપૂર બેઠકથી લોકસભા ચૂંટણી 2019ની ઉમેદવાર બની શકે છે.

ભાજપમાં જોડાઇ શકે છે જયા પ્રદા, રામપુરમાં આઝમ ખાનને આપી શકે છે પડકાર

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઇ શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ જયા પ્રદા ભાજપની રામપૂર બેઠકથી લોકસભા ચૂંટણી 2019ની ઉમેદવાર બની શકે છે. રસપ્રદ વાત એ છે કે, જયા પ્રદા રામપુર બેઠકથી જ સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ રહી ચુકી છે.

જયા પ્રદાને અમર સિંહ સપામાં લઇને આવ્યા હતા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયાને રામપુરથી સાંસદ બનાવવામાં ઘણી મદદ કરી હતી. ત્યારબાદથી લોકસભા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનને રામપુર બેઠકથી ટિકિટ આપી છે. એવામાં જો જયા પ્રદાને ભાજપ રામપુરથી ઉમેદવાર બનાવે છે તો તેમનો સીધો મુકાબલો આઝમ ખાનથી થશે.

જયા પ્રદાની વિવાદિત ટિપ્પણી કરી ચુક્યા છે આઝમ
એક સમયે જયા પ્રદા માટે ચૂંટણી પ્રચારમાં દિવસ રાત એક કરનાર આઝમ ખાન ગત કેટલાક વર્ષોથી તેમનાથી નારાજ દેખાઇ રહ્યાં છે. આ ઝગડો આઝમ અને અમર સિંહની વચ્ચે આવેલી કડવા બાદ શરૂ થયો છે. અખિલેશ યાદવના સપા અધ્યક્ષ બનતા જ જયા પ્રદા અને અમર સિંહ બંનેને પાર્ટીથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઝડડામાં બંને તરફથી કૂટ નિવેદન આપવામાં આવ્યા છે. ગત વર્ષે આઝમ ખાને જયા પ્રદાને લઇને વિવાદિત ટિપ્પણી પણ કરી હતી. હવે રસપ્રદ વાત એ હશે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જો બંને જયા અને આઝમ આમને-સામને આવે છે તો બંનેની વચ્ચે કેવા પ્રકારે શબ્દોના પ્રહાર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news