પૂજામાં બોલાતા આ 20 શબ્દનો અર્થ સો ટકા તમે નહિ જાણતા હોવ
Trending Photos
અમદાવાદ :જો તમે હિન્દુ ધર્મ મુજબ પૂજાપાઠ કરો છો, તો તમારા કાનમાં પૂજા દરમિયાન અનેક ખાસ શબ્દો જરૂર પડે છે. પંરતુ મોટાભાગના લોકો આ શબ્દોનો અર્થ જાણતા નથી. ત્યારે આજે તમને જણાવીએ કે, સનાતન પરંપરા મુજબ પૂજાપાઠમાં કામમાં આવતા આ 20 શબ્દોનો અર્થ શું થાય છે. જો તમે હિન્દુ છો તો તમારે આ શબ્દોનો અર્થ જાણવું જરૂરી છે.
- પંચોપચાર
ગંધ, પુષ્પ, ઘી, દીપ તથા નૈવેધ્ય દ્વારા પૂજન કરવાને પંચોપચાર કહેવાય છે.
- પંચામૃત
દૂધ, દહી, ઘી, મધ તથા ખાંડને મિશ્રણ કરવુ એ પંચામૃત કહેવાય છે.
- પંચગવ્ય
ગાયના દૂધ, ઘી, મૂત્ર તથા છાણને સિમિત માત્રામાં મેળવવું પંચગવ્ય કહેવાય છે.
- ષોડશોપચાર
આહવાન, આસન, પાધ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, અલંકાર, સુગંધ, પુષ્પ, દીપ, નૈવેધ્ય, અક્ષત, તામ્બુલ તથા દક્ષિણા આ તમામ દ્વારા પૂજા કરવાની વિધિને ષોડશોપચાર કહેવાય છે.
- પંચધાતુ
સોનુ, ચાંદી, લોખંડ, તાંબુ અને જસત
- અષ્ટધાતુ
સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, જસત, રાંગ, કાંસ્ય અને પારો
- નૈવેધ્ય
ખીર, મિષ્ઠાન્ન વગેરે મીઠી વસ્તુઓ, જેને પ્રસાદના રૂપમાં અર્પિત કરવામાં આવે છે.
- નવગ્રહ
સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતૂ
- નવરત્ન
માણેક, મોતી, મૂંગા, પન્ના, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ અને વૈદૂર્ય
- અષ્ટગંધ
અગર, તગર, ગોરોચન, કેસર, કસ્તૂરી, શ્વેત ચંદન, લાલ ચંદન અને સિન્દુર
- ભોજપત્ર
એક વૃક્ષની છાલ, યંત્ર બનાવવા માટે ભોજપત્રનો એવો ટુકડો લેવો, જે ક્યાંયથી ફાટેલો ન હોય.
- મંત્ર કે મંત્ર ધારણ
કોઈ પણ યંત્ર કે મંત્રને સ્ત્રી પુરુષ બંને કંઠમા ધારણ કરી શકે છે. પરંતુ જો જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ધારણ કરવું જોઈએ.
- તાવીજ
તાંબાના બનેલા તાવીજ માર્કેટમાં અનેક મળે છે. તે ગોળ તથા ચપટા બે આકારમાં મળે છે. વિશેષ કાર્યો માટે સોનુ, ચાંદી, ત્રિધાતુ તથા અષ્ટધાતુના તાવીજ બનાવવામાં આવે છે.
- આચમન
હાથમાં જળ લઈને તેને મોઢામાં નાખવાની પ્રક્રિયાને આચમન કહેવાય છે.
- કરન્યાસ
અંગૂઠો, અંગુલી, કરતલ તથા કરપૃષ્ઠ પર મંત્ર જપવાને કરન્યાસ કહેવાય છે.
- તર્પણ
નદી, સરોવર વગેરેમાં ઘૂંટણ સુધીના પાણીમાં ઉભા રહીને હાથની આંગળઈ દ્વારા જળને નીચે પાડવાની ક્રિયાને તર્પણ કહેવાય છે. જ્યાં નદી કે સરોવર વગેરે ન હો, ત્યાં કોઈ પણ પાત્રમાં પાણી ભરીને તર્પણની ક્રિયા સંપન્ન કરી શકાય છે.
- હૃદયાન્યાસ
હૃદય વગેરે અંગોને સ્પર્શ કરીને મંત્રોચ્ચારણને હૃદયાન્યાસ કહેવાય છે.
- અંગન્યાસ
હૃદય, મસ્તક, શિખા, કવચ, નેત્ર તેમજ કરતલ, આ 6 અંગોને સ્પર્શ કરીને મંત્રના જાપ કરવાની ક્રિયાને અંગન્યાસ કહેવાય છે.
- અર્ધ્ય
શંખ, અંજલી વગેરે દ્વારા જળને છોડવાને અર્ધ્ય કહેવાય છે. ઘડો કે કળશમાં પાણી ભરીને રાખવાને અર્ધ્ય સ્થાપન કહેવાય છે. અર્ઘ્ય પાત્રમાં દૂધ, તલ, કુશાના તુકડા, સરસવ, જવ, પુષ્પ, ચોખા તેમજ કુમકુમ નાંખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે