આ સ્માર્ટ નેતાને જોતા જ કુંવારી યુવતીઓ મીણબત્તીની જેમ પીઘળી જાય છે, આવી રહ્યાં લગ્નના પ્રપોઝલ

દિલ્હીની રાજિન્દર નગર (Rajinder nagar) સીટથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાને ઈલેક્શન પ્રચાર દરમિયાન અજીબોગરીબ બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હાલ લગ્નના વિવિધ પ્રપોઝલથી ભરેલું છે. પહેલીવાર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપમાં સામે આવ્યા બાદ તેઓ ઈલેક્શન લડી રહ્યાં છે. 31 વર્ષીય ડિગ્રી હોલ્ડર રાઘવ ચઢ્ઢા મહિલાઓની વચ્ચે એક લોકપ્રિય ચહેરો બની ગયો છે. 
આ સ્માર્ટ નેતાને જોતા જ કુંવારી યુવતીઓ મીણબત્તીની જેમ પીઘળી જાય છે, આવી રહ્યાં લગ્નના પ્રપોઝલ

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ :દિલ્હીની રાજિન્દર નગર (Rajinder nagar) સીટથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાને ઈલેક્શન પ્રચાર દરમિયાન અજીબોગરીબ બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હાલ લગ્નના વિવિધ પ્રપોઝલથી ભરેલું છે. પહેલીવાર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપમાં સામે આવ્યા બાદ તેઓ ઈલેક્શન લડી રહ્યાં છે. 31 વર્ષીય ડિગ્રી હોલ્ડર રાઘવ ચઢ્ઢા મહિલાઓની વચ્ચે એક લોકપ્રિય ચહેરો બની ગયો છે. 

આ સીએ રાજનેતાની લોકપ્રિયતા ઈલેક્શનમાં કુંવારી યુવતીઓ અને મહિલાઓની માથે ચઢીને પોકારી રહી છે. દિલ્હી અને દિલ્હીની બહારથી રાઘવને અનેક પ્રપોઝલ આવી ચૂક્યા છે. હવે એ જોવુ રહ્યું કે, આ લોકપ્રિયતાનો ફાયદો આમ આદમી પાર્ટીના આ નેતાને મળે છે કે નહિ....

A post shared by Raghav Chadha (@raghavchadha88) on

ઉદાહરણના રૂપમાં એક યુઝરે ઈલેક્શન અભિયાન કાર્યક્રમ વિશે રાઘવ ચઢ્ઢાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિપ્લાય કરતા લખ્યું કે, ‘લવ.. મને અને મારી બેસ્ટ ફ્રેન્ડને તમારા પર ક્રશ છે. આ કારણે જ અમે તમને વોટિંગ કરીશું. આ રિપ્લાયના જવાબમાં રાઘવે ‘થેંક્યૂ’ પણ કહ્યું.

આમ આદમી પાર્ટીના આ સ્ટાર પ્રચારક અને બેચલર ઉમેદવારનું ફેન ફોલોઈંગ વધતુ જઈ રહ્યું છે. આ સંદર્ભે વધુ એક યુઝરે રાઘવની એક તસવીર પર લખ્યું કે, ‘મારી સાથે લગ્ન કરી લો રાઘવ...’ હવે જોવું એ રહ્યું કે, આ યુવા નેતા ઈલેક્શનમાં જીતવામાં કેટલા સફળ થાય છે. 

A post shared by Raghav Chadha (@raghavchadha88) on

દિલ્હીમાં પંજાબી બહુમત ધરાવતા આ સીટ પર રાઘવ ચઢ્ઢાની સ્પર્ધા બીજેપીના જૂના અને દિલ્હીની રાજનીતિનો પરિચીત ચહેરો આર.પી. સિંહ સાથે છે. તેથી આ સીટ પર કાંટે કી ટક્કર જોવા મળશે. હવે જોવું આ રહ્યું કે, રાજિન્દર નગર સીટ પર યુવાનીનો જોશ ભારે પડશે કે પછી રાજનીતિનો જૂનો અનુભવ. જોકે, હાલ તો આ સીટ આમ આદમી પાર્ટીની પાસે જ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news