પાકિસ્તાનના સિંધમાં કોરોના વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ, ડોક્ટરોએ સારવાર કરવાની પાડી ના

ઇરશાદ પ્રમાણે, ઘરે પરત ફર્યા બાદ તેને ઉઘરસ અને શરદી થઈ ગઈ, ત્યારબાદ તેને દવાઓ આપવામાં આવી, પરંતુ નાકમાંથી લોકી નિકળ્યા બાદ અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

પાકિસ્તાનના સિંધમાં કોરોના વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ, ડોક્ટરોએ સારવાર કરવાની પાડી ના

ઇસલામાબાદઃ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના ખતરાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ વધી ગયો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ દર્દી સામે આવ્યો છે. પાકિસ્તાનના અધિકારીએ ચીનથી પરત આવેલા એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીમાં આ વાયરસના લક્ષણો જોયા બાદ તેને અલગ કરી દીધી છે. બીજીતરફ ચીનમાં પાકિસ્તાની દૂતાવાસે પોતાના નાગરિકોને કહ્યું કે, તે દૂતાવાસ કાર્યાલયમાં પોતાની નોંધણી કરાવી, જેથી તેની સ્વદેશ વાપસી નક્કી થઈ શકે. 

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ચીનથી પરત ફરેલ યુવક પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને તેનું નામ શાહબેઝ અલી રહુજા Shahzaib Ali Rahuja) છે. તેના ભાઈ ઇરશાદ અલીએ જણાવ્યું કે, શાહબેઝ વુહાનની એક વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને ચેપ ફેલાયા બાદ તે શનિવારે ચીનથી કતર થઈને કચારી પરત ફર્યો છે. ઇરશાદે જણાવ્યું કે, ચીનના એરપોર્ટ પર શાહબેઝનું સ્ક્રીનિંગ થયા બાદ કરાચી એરપોર્ટ પર તેની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ વાત સામે આવી નથી. 

ઇરશાદ પ્રમાણે, ઘરે પરત ફર્યા બાદ તેને ઉઘરસ અને શરદી થઈ ગઈ, ત્યારબાદ તેને દવાઓ આપવામાં આવી, પરંતુ નાકમાંથી લોકી નિકળ્યા બાદ અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ઇરશાદે આ મામલામાં એક વીડિઓ પણ પોસ્ટ કર્યો છે જેમાં શાહબેઝ હોસ્પિટલમાં બેઠેલો છે અને તેના નાકમાંથી લોહી નિકળી રહ્યું છએ. હજુ શાહબેઝની ખૈરપુરની પાસે પીર જો ગોથની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વીડિઓમાં ઇરશાદે દાવો કર્યો કે, શાહબેઝની સ્થિતિને જોઈ ડોક્ટરોએ તેને એક રૂમમાં લોક કર્યો અને તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે. 

Corona Virus: ટપોટપ મોતને ભેટી રહ્યા છે લોકો, આ દંપત્તિનો છેલ્લી પળનો ગુડબાય VIDEO હ્રદયદ્રાવક

આ વીડિઓમાં ઇરશાદે તે પણ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરોએ અમને શાહબેઝથી અલગ કરી દીધા છે. વાયરલ વીડિઓમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય અદિકારીઓએ શઆહબેઝને તપાસ અને સારવાર માટે કચારી મોકલવાનો નિર્ણય કર્યો છે, કારણ કે ખૈરપુરની સિવિલ હોસ્પિટલમાં બીમારીની સારવારની વ્યવસ્થા નથી. મહત્વનું છે કે ચીનમાં 30 હજાર પાકિસ્તાની રહે છે, જેમાંથી 500 વુહાનમાં છે. સોમવારે ચીનથી 235 ઇસલામાબાદ પરત ફર્યા જેમાં 11 ચીની નાગરિક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news