Agni 4 Successfully Tested: ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ, 4000 કિમીની છે રેન્જ
દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આજે ઓડિશામાં બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડથી ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષામંત્રાલય પ્રમાણે લોન્ચ દરમિયાન તમામ પેરામીટર્સને મિસાઇલે સફળતાપૂર્વક હાસિલ કર્યાં છે અને તે પરીક્ષણથી ભારતની સૈન્ય ક્ષમતાઓને મજબૂતી મળશે.
રક્ષામંત્રાલય પ્રમાણે આ પરીક્ષણ સાંજે આશરે સાડા સાત કલાકે કરવામાં આવ્યું. નિવેદન પ્રમાણે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિની પુષ્ટિ કરે છે. જાણકારી પ્રમાણે આ મિસાઇલ 4 હજાર કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે અને તે પરમાણુ હથિયારને પણ લઈ જઈ શકે છે.
The successful test was part of routine user training launches carried out under the aegis of the Strategic Forces Command. The successful test reaffirms India's policy of having a 'Credible Minimum Deterrence' Capability: Defence Ministry
— ANI (@ANI) June 6, 2022
મહત્વનું છે કે આ પહેલાં ભારતે સપાટીથી સપાટી પર માર કરનારી અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેની ક્ષમતા 5 હજાર કિલોમીટરની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે