Jignesh Mevani Bail: મહિલા અધિકારી સાથે મારપીટના આરોપમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળ્યા જામીન

બારપેટા જિલ્લાની એક કોર્ટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જામીન આપી દીધા છે. જિગ્નેશની 19 એપ્રિલે ગુજરાતના પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

Jignesh Mevani Bail: મહિલા અધિકારી સાથે મારપીટના આરોપમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળ્યા જામીન

ગુવાહાટીઃ અસમના બારપેટા જિલ્લાની એક કોર્ટે શુક્રવારે ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહિલા પોલીસકર્મી સાથે કથિત મારપીટના મામલામાં જામીન આપી દીધા છે. ધારાસભ્ય વિરુદ્ધ નવા કેસમાં મહિલા પોલીસ અધિકારી સાથે કથિત મારપીટનો આરોપ લાગ્યો હતો. જિગ્નેશ મેવાણીના વકીલ અંગસુમન બોરાએ જણાવ્યુ કે કેટલીક ઔપચારિકતાને કારણે તેને 30 એપ્રિલે છોડવામાં આવી શકે છે. 

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પહેલાં પાછલા ગુરૂવારે ગુજરાતના પાલનપુરથી અસમ પોલીસની એક ટીમે ધરપકડ કરી હતી, જ્યારે અસમના કોકરાઝારના એક સ્થાનીક ભાજપ નેતાએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મેવાણી પર સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2022

જે દિવસે મેવાણીને ટ્વીટના મામલામાં જામીન મળ્યા હતા ત્યારે વડગામના ધારાસભ્યએ કહ્યુ હતુ કે, આ ભાજપ અને આરએસએસનું ષડયંત્ર છે. તેમણે મારી છબી ખરાબ કરવા માટે આમ કર્યું છે. તે વ્યવસ્થિત રૂપથી આવુ કરી રહ્યાં છે. તેણે રોહિત વેમુલા સાથે કર્યુ, તેણે ચંદ્રશેખર આઝાદ સાથે કર્યુ, હવે તે મને નિશાન બનાવી રહ્યાં છે. 

ટ્વીટ મામલામાં જિગ્નેશ પર આપરાધિક ષડયંત્ર, પૂજા સ્થળ સંબંધિત અપરાધ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news