સાતમાં તબક્કામાં 57 બેઠકો પર 904 ઉમેદવારો મેદાનમાં, PM મોદી વારાણસી બેઠક પરથી મેદાનમાં

Loksabha Election 2024: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે. એટલે કે આ છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન હશે. સાતમાં તબક્કાના મતદાન સાથે દેશમાં લોકસભા ચૂંટણીમાં વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. 
 

સાતમાં તબક્કામાં 57 બેઠકો પર 904 ઉમેદવારો મેદાનમાં, PM મોદી વારાણસી બેઠક પરથી મેદાનમાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા.... આ તબક્કામાં 1 જૂને 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠક પર મતદાન થશે... સાતમા તબક્કામાં જે બેઠક પર મતદાન થવાનું છે તેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13 બેઠકનો સમાવેશ થાય છે... મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું... ત્યારે સાતમા તબક્કામાં કયા મહારથીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થશે?... કયા ઉમેદવાર સામે કોની છે કાંટે કી ટક્કર?... જોઈશું આ અહેવાલમાં....

સાતમા અને અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અનેક નેતાઓએ રેલી અને સભા ગજવી હતી. જેમાં તમામ રાજકીય પક્ષોએ મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.લોકસભાની ચૂંટણીના અત્યાર સુધી 6 તબક્કા સમાપ્ત થઈ ગયા છે... હવે 1 જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે... જેમાં 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

કયા રાજ્યમાં કેટલી બેઠક છે તેના પર નજર કરીએ તો....
પંજાબની 13 બેઠક પર 328 ઉમેદવારો લડી રહ્યા છે....
ઉત્તર પ્રદેશની 13 બેઠક પર 144 ઉમેદવારો મેદાનમાં છે...
પશ્વિમ બંગાળની 9 બેઠક માટે 124 ઉમેદવારો વચ્ચે ટક્કર છે...
બિહારની 8 બેઠક પર 134 ઉમેદવારો લડી રહ્યા છે...
ઓડિશાની 6 બેઠક પર 66 ઉમેદવારો મેદાનમાં છે...
હિમાચલ પ્રદેશની 4 બેઠક માટે 37 ઉમેદવારો વચ્ચે ટક્કર છે...
ઝારખંડની 3 બેઠક માટે 52 ઉમેદવારો લડી રહ્યા છે...
ચંડીગઢની કુલ 1 બેઠક પર 19 ઉમેદવારો લડી રહ્યા છે...
કુલ 57 બેઠક પર 904 જેટલાં ઉમેદવારો ભાવિ અજમાવી રહ્યા છે...

સાતમા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી મેદાનમાં છે... તેમની સાથે મોદી સરકારના 5 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે.... ત્યારે સાતમા અને અંતિમ તબક્કામાં કયા મહારથીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે... તેના પર નજર કરીએ તો...

ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી મોદી લડી રહ્યા છે....
મોદી સરકારના ઉર્જા મંત્રી આરકે સિંહ બિહારની આરા બેઠક પરથી મેદાનમાં છે...
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી મહારાજગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે...
કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ મિર્જાપુર બેઠક પરથી મેદાનમાં છે...
કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલની હમીરપુર બેઠક પરથી લડી રહ્યા છે...
બોલીવુડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રનૌત મંડી બેઠક પરથી મેદાનમાં છે...
અભિનેતા અને ભાજપના નેતા રવિ કિશન ગોરખપુરથી ચૂંટણી લડી રહ્યા છે...
ટીએમસીના અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી ચૂંટણી મેદાનમાં છે...
કોંગ્રેસના મનીષ તિવારી ચંડીગઢ બેઠક પરથી લડી રહ્યા છે...
શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ બઠીંડાથી મેદાનમાં છે...
પટના સાહિબ બેઠક પરથી પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ લડી રહ્યા છે...
પાટલીપુત્ર બેઠક પરથી આરજેડીના મિસા ભારતી ચૂંટણી લડી રહ્યા છે...
હિમાચલ પ્રદેશની કાંગડા બેઠક પરથી કોંગ્રેસના આનંદ શર્મા મેદાનમાં છે...

2019ની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો... કેમ કે ભાજપે 57માંથી 25 બેઠક જીતી હતી.  જોકે એનડીએના આંકડાને જોડીએ તો તે 32 સીટ સુધી પહોંચી ગયો હતો. જ્યારે યૂપીએના પક્ષમાં માત્ર 9 બેઠક આવી હતી. જ્યારે અન્યના ખાતામાં માત્ર 14 બેઠક  આવી હતી. ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે એનડીએ વર્સિસ ઈન્ડિયા ગઠબંધનમાં કયો પક્ષ બાજી મારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news