બેન્કમાં લાવારિસ પડ્યા છે ₹78000 કરોડ, કોઈ નથી દાવેદાર, જાણો કેમ પડ્યા છે આટલા રૂપિયા

દેશની વિવિધ બેન્કોમાં 78213 કરોડ રૂપિયા એવા પડ્યા છે, જેનો કોઈ ક્લેમ કરી રહ્યું નથી. આ પૈસાનું કોઈ દાવેદાર નથી. 

બેન્કમાં લાવારિસ પડ્યા છે ₹78000 કરોડ, કોઈ નથી દાવેદાર, જાણો કેમ પડ્યા છે આટલા રૂપિયા

RBI Unclaimed Amount: બેન્કમાં જમા તમારા પૈસાનો તમે બરાબર હિસાબ રાખતા હશો, પરંતુ તમને વિશ્વાસ નહીં થાય તે દેશની બેન્કોમાં 78213 કરોડ રૂપિયા એવા છે, જેને ક્લેમ કરનાર કોઈ નથી. આ પૈસાનું કોઈ દાવેદાર નથી. વર્ષોથી આ કરોડો રૂપિયા બેન્કમાં જમા પડ્યા છે, જેને કોઈ લેવા આવી રહ્યું નથી. આ પૈસાને પૂછનારૂ કોઈ નથી. દર વર્ષે આ પૈસા વધી રહ્યાં છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે દેશની અલગ-અલગ બેન્કમાં કરોડો રૂપિયા જમા છે, જેનું કોઈ દાવેદાર નથી. બેન્કમાં દાવા વગરની જમા રકમ વાર્ષિક આધાર પર 26 ટકા વધી 31 માર્ચ 2024 સુધી 78,213 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. પાછલા વર્ષે આ રકમ 62225 કરોડ રૂપિયા હતી.

કયાં જમા છે આ રકમ
સહકારી બેન્કો સહિત બેન્ક ખાતામાં દાવા વગરની આ રકમ 10 વર્ષ કે તેનાથી વધુ સમયથી પડી છે. આટલા વર્ષોથી કોઈ તેને આવતું નથી. આ રકમને બેન્ક ભારતીય રિઝર્વ બેન્કના જમાકર્તા શિક્ષણ તથા જાગરૂકતા (ડીઈએ) કોષમાં ટ્રાન્સફર કરી દે છે. નિયમ પ્રમાણે જો કોઈ ખાતાધારકમની 10 કે તેનાથી વધુ વર્ષોથી ખાતામાં પડેલી રકમ પર કોઈ દાવો નથી કરતું કે તે બેન્ક ખાતાથી 10 વર્ષ કે તેનાથી વધુ કોઈ લેતીદેતી થતી નથી તો તેને દાવા વગરની રકમ માની લેવામાં આવે છે. દેશભરની બેન્કોમાં આ પ્રકારના કરોડો રૂપિયા જમા છે, જેને વર્ષો સુધી કોઈ લેવા આવ્યું નથી. 

હવે શું થશે
બેંકો દાવો ન કરેલી રકમને RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરે છે. આરબીઆઈ આ પૈસાને સામાજિક કામમાં ખર્ચ કરે છે. જો તમારી પણ આવી કોઈ રકમ વર્ષોથી બેન્કમાં જમા પડેલી છે તો તમે આરબીઆઈનો સંપર્ક કરી શકો છો. આરબીઆઈએ તે માટે 100 ડેઝ 100 પેજ (ચુકવણી) નામથી અભિયાન ચલાવ્યું છે. ત્યારબાદ તમે ઉદગમ પોર્ટલ પર જઈ દાવો પણ કરી શકો છો. જો તમારી પાસે દસ્તાવેજ છે અને તમારી રકમ યોગ્ય છે તો આ લાવારિસ રકમને ક્લેમ કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news