Jio: માત્ર 1599 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો

Jio Plan: જો તમે પણ રિલાયન્સ જિયોના ગ્રાહક છો અને લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો તમે 1559 રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાનમાં તમને આશરે 11 મહિનાની વેલિડિટી મળશે. 
 

Jio: માત્ર 1599 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો

નવી દિલ્હીઃ તમે એકવાર રિચાર્જ કરી વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો. રિલાયન્સ જિયો પાસે સૌથી સસ્તો 336 દિવસની વેલિડિટીવાળો શાનદાર પ્લાન છે. જો તમે લાંબી વેલિડિટીવાળો સસ્તો પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં છો તો જિયો પાસે શાનદાર ઓપ્શન છે. તેમાં તમને વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આવો આ પ્લાન વિશે તમને જણાવીએ.

જિયો 1559 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને 1559 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. એટલે કે આશરે 1 વર્ષની વેલિડિટી છે. ડેટાની વાત કરીએ તો તેમાં યૂઝર્સને ટોટલ 24 જીબી ડેટા મળે છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. આ પ્લાન ખાસ કરીને તે યૂઝર્સ માટે છે જે ઓછી કિંમતમાં સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવા ઈચ્છે છે. 

આ પ્લાનમાં દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. સાથે 3600 એસએમએસ આપવામાં આવશે. આ સિવાય જિયો ટીવી, જિયોસિનેમા, જિયોસિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ આપવામાં આવશે.

એરટેલનો 1799 રૂપિયાનો પ્લાન
એરટેલની પાસે 1799 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ, કુલ 3600 એસએમએસ અને 24 જીબી ડેટા મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news