દિલ્હીમાં કોરોનાના 6,608 નવા કેસ, પ્રથમ વખત એક દિવસમાં 8 હજારથી વધારે દર્દી થયા સાજા
દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે.
દિલ્હીમાં આ સમયે 40,936 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકકમાં સંક્રમિત થયેલા દર્દીઓની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ દરમિયાન 8,775 દર્દીઓ સાજા થયા છે અને આ રેકોર્ડેડ છે. આ પહેલા 20 જૂનના એક દવિસમાં સૌથી વધુ 7,725 દર્દીઓ સાજા થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં 62,425 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6,608 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિલ્હીમાં 5,17,238 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 5,17,238 લોકોમાંથી 4,68,143 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે 40,936 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 118 વધુ લોકોના મોત થયા છે સાથે જ કુલ મૃતકની સંખ્યા 8,159 થઈ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 118 દર્દીના મોત થયા અને એક દિવસમાં મોતનો બીજો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 8,775 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે દર્દી સાજા થયા છે.
દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 90.5 ટકા પર છે, જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 7.91 ટકા છે. આ દરમિયાન અહીં પર ડેથ રેટ 1.58 ટકા અને પોઝિટિવ રે 10.59 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ ટેસ્ટ 62,425 જેમાં RT-PCRથી 23,507 અને એન્ટીજન ટેસ્ટ 39,918 થયા. RT-PCR ટેસ્ટના મામલે એક દિવસમાં સૌથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં કુલ 57,15,516 ટેસ્ટ થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે