Shah Rukh Khan ના પુત્ર આર્યન માટે જેલનું જીવન અસહ્ય બની રહ્યું છે!, આ 5 સમસ્યાથી હેરાન પરેશાન છે
Trending Photos
કાયદાની ચુંગલમાંથી કોઈ બચી શકતું નથી. જ્યારથી શાહરૂખ ખાન (Shahrukh Khan) નો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરથી એનસીબીના સકંજામાં આવ્યો છે ત્યારથી તેને કોઈ રાહત મળી નથી. 8 ઓક્ટોબરથી આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં છે. મન્નત જેવા મહેલમાંથી સીધો જ આર્થર રોડ જેલમાં પહોંચી ગયેલો આર્યન હાલ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યો છે જે તેના માટે પળેપળ જીવવું કપરું બનાવી રહ્યું છે. એવી 5 સમસ્યાઓ વિશે અમે તમને જણાવીશું જેમાંથી કેટલાક વિશે તો જેલ પ્રશાસન પણ ચિંતિત છે.
ઘર પરિવારથી દૂર
આર્યન ખાન (Aryan Khan) મન્નત જેવા મહેલથી દૂર જેલમાં દિવસો કાપી રહ્યો છે. જે ઠાઠથી તે રહેવા ટેવાયેલો છે તેને જોતા જેલનું જીવન તેના માટે ખુબ કપરું બની રહ્યું છે. તેને તેના માતા પિતાને મળવાની પણ મંજૂરી નથી. નવા કોવિડ નિયમોના કારણે પર્સનલ મીટિંગ કરવા દેવાતી નથી. અનેક વિનંતી છતાં આર્યન ખાન માતા પિતાને મળી શક્યો નથી અને આખરે તેણે વીડિયો કોલથી કામ ચલાવવું પડ્યું.
જેલનો ખોરાક
આર્યન જેલમાં બિસ્કિટ પર જીવી રહ્યો છે. તે જેલનું ભોજન ખાતો નથી. જેલની કેન્ટિનમાંથી તે મર્યાદિત ખાવાનું લઈને ખાઈ શકે તેવી મંજૂરી છે. એટલે કે દરેક કેદીને મહિને અમુક રકમ ખર્ચ કરવા મળતી હોય છે. એટલી જ રકમ આર્યનને મળેલી છે. તેને હજુ સુધી ઘરનું ભોજન ખાવાની મંજૂરી મળેલી નથી. આ બધી માથાકૂટમાં આર્યન જે રીતે ખાવામાં બેદરકારી વર્તી રહ્યો છે તેનાથી જેલ સ્ટાફ પણ ચિંતામાં છે.
ખુલ્લું શૌચાલય, બાથરૂમ
કહેવાય છે કે આર્યન જ્યારથી જેલમાં કેદ થયો છે ત્યારથી ન્હાવાનું અને ટોઈલેટ જવાનું પણ એવોઈડ કરી રહ્યો છે. જેલમાં ટોઈલેટ અને બાથરૂમમાં બારણા કે લોક હોતા નથી અને આર્યન આવી ઓપન સિસ્ટમ સાથે કમ્ફર્ટેબલ ફીલ કરતો નથી. જેલ સ્ટાફને આર્યનના સ્વાસ્થ્ય અને હાઈજીન અંગે ચિંતા સતાવી રહી છે.
કિડીયારાની જેમ ઉભરાતા માણસો
રિપોર્ટ્સ મુજબ આર્થર રોડ જેલમાં કેપેસિટી કરતા વધુ કેદીઓ છે જેના કારણે ખુબ ભીડભાડ છે. આર્યન તેનાથી ટેવાયેલો નથી જેના કારણે તેને બીજા સાથે રહેવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે સુરક્ષા કારણોસર આર્યનને એક અલગ સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
રાતે ઊંઘતો નથી
મળતી માહિતી મુજબ જેલમાં આર્યન પર 3 જેટલા માણસો દિવસ રાત નજર રાખી રહ્યા છે અને કહે છે કે સ્ટારપુત્ર રાતે ઊંઘી શકતો નથી. જ્યારથી જામીન અરજી પર ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો ત્યારથી આર્યન હતાશ થયો છે. તે અતડો રહે છે અને જ્યારે કોઈ સવાલ પૂછે ત્યારે જ તે કઈ બોલે છે. જેને લઈને તેના માનસિક સ્વાસ્થ્ય મુદ્દે પણ ચિંતા ઊભી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે