મંદિરમાં ચાલી રહ્યું હતું ખોદકામ, એટલું બધુ સોનું મળી આવ્યું કે લાખો લોકો જોવા આવ્યા
ખોદકામ દરમિયાન સોનું મળી આવ્યાની મિનિટોમાં વાત જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ હતી
Trending Photos
લખનઉ : ઉત્તરપ્રદેશના ગ્રામીણનાં એક સમુહને ચાર કિલોગ્રામ સોનાનાં આભુષણ મળ્યા છે, જે એક સ્થળે જમીનમાં દટાયેલા હતા. ાઆ ઘટના રવિવારને કાજીપુરા ગામમાં સામે આવી હતી. આ જ્યાં સમુહ એક ધર્મસ્થળ નજીક નવુ નિર્માણ કરવા માટે ખોદકામ કરી રહ્યા હતા. તેમણે માટીનાં એક પાત્રમાં રહેલા સોનાના આભુષણો મળી આવ્યા હતા. કરોડો રૂપિયાનું સોનું મળ્યા બાદ ગામના લોકોએ પોલીસ અને મહેસુલ ખાતાની ટીમ તુરંત જ આ અંગેની માહિતી આપી હતી. ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચીને અધિકારીઓએ તપાસ ચાલુ કરી દીધી છે.
પી. ચિદમ્બરમનો જેલવાસ લંબાયો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવા કર્યો ઈનકાર
તપાસ કરી રહેલા અધિકારીઓનાં અનુસાર આભુષણ સોનાનું છે અને પ્રાચીન કાલીન હોય તેવું લાગી રહ્યું છે. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઇ ગયા હતા અને લોકો એક પછી એક ત્યાં પહોંચવાનું ચાલુ કરી દીધું હતું. સોનું અને તેનાં આભુષણો જોવા માટે લોકો ટોળે ટોળા ઉમટ્યા હતા.
શિવસેનાએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આપી ટિકિટ, નાલાસોપારાથી બનાવ્યા ઉમેદવાર
સમાચાર ગામમાં ફેલાતાની સાથે જ મિનિટોની અંદર આભુષણો જોવા માટે ભારે ટોળાઓ એકત્રિત થવા લાગ્યા હતા. જેમાં બે હાર, બંગડીઓ અને કેટલાક અન્ય આભુષણોનો સમાવેશ થાય છે. તેની કિંમત કરોડો રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં સોનું મળ્યું હોવાનાં કારણે ગ્રામીણોએ આસપાસનાં સ્થળો પર ખોદકામ અભિયાન ચલાવ્યું, જો કે ત્યાર બાદ કાંઇ જ મળ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે