છેલ્લા 6 વર્ષમાં 2838 પાકિસ્તાની, 914 અફઘાની, 172 બાંગ્લાદેશીને આપવામાં આવી નાગરિકતાઃ નિર્મલા સીતારમન
નિર્મલા સીતારમને આગળ કહ્યું, '2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આગેલા 566થી વધુ મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
Trending Photos
ચેન્નઈઃ સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારમને રવિવારે કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં પાકિસ્તાનથી આવેલા 2838 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ચેન્નઈમાં નાગરિકતા સંશોધન કાયદા પર એક કાર્યક્રમ દરમિયાન સીતારમને કહ્યું, 'છેલ્લા 6 વર્ષમાં 2839 પાકિસ્તાની શરણાર્થીઓ, 914 અફઘાની અને 172 બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી, જેમાં મુસ્લિમ પણ સામેલ છે. 1964થી લઈને 2008 સુધી 4 લાખથી વધુ તમિલો (શ્રીલંકાના)ને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.'
નિર્મલા સીતારમને આગળ કહ્યું, '2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આગેલા 566થી વધુ મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 2016થી લઈને 2018 દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં આશરે 1595 પાકિસ્તાની પ્રવાસીઓ અને 391 અફઘાનિસ્તાની મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.' મંત્રીએ આગળ કહ્યું, '2016માં આ દરમિયાન અદનાન સામીને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવી, આ એક ઉદાહરણ છે.'
FM in Chennai: 391 Afghanistani Muslims & 1595 Pakistani migrants were given citizenship from '16 to '18. It was during this period in '16, that Adnan Sami was given citizenship, it's an example. Taslima Nasreen is another example. This proves all allegations against us are wrong https://t.co/e2YkAmlsTo
— ANI (@ANI) January 19, 2020
સીતારમને કહ્યું કે, પૂર્વી પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આગેલા લોકોને દેશમાં અલગ-અલગ કેમ્પમાં વસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, 'તે હજુ પણ ત્યાં છે અને તેના રહેતા હવે 50થી 60 વર્ષ થઈ ગયા છે. જો તમે તે કેમ્પોમાં જશો તો તમારૂ દિલ રડશે. શ્રીલંકન શરણાર્થીઓની પણ આ સ્થિતિ છે જે કેમ્પોમાં રહી રહ્યાં છે. તે પાયાની સુવિધાથી વંચિત છે.'
સરકાર કોઈની નાગરિકતા છીનવી રહી નથી, તેના પર ભાર આપતા સીતારમને કહ્યું, 'નાગરિકતા સંશોધન કાયદો લોકોને એક સારી જિંદગી આપવાનો પ્રયાસ છે. અમે કોઈની નાગરિકતા છીનવી રહ્યાં નથી, અમે માત્ર નાગરિકતા આપી રહ્યાં છીએ.'
નાણાપ્રધાને આગળ કહ્યું, 'રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (NPR)ને દર 10 વર્ષમાં અપેડટ કરવામાં આવશે અને તેનું નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન (NRC) સાથે કોઈ લેવા-દેવા નથી. કેટલાક લોકો ખોટા આરોપ લગાવીને લોકોને કોઈપણ આધાર વગર ઉશ્કેરી રહ્યાં છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે