INDvsAUS: રોહિતે વનડેમાં પૂરા કર્યા 9000 રન, વિરાટ બાદ સૌથી ઝડપી ભારતીય
રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં 9000 રન પૂરા કરી લીધા છે. તે ભારત તરફથી અહીં પહોંચનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે. તેણે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલીથી પણ ઓછી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.
Trending Photos
બેંગલુરૂઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9000 રન પૂરા કરી લીધા છે. રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. તે સૌથી ઓછી ઈનિંગમાં 9000 રન વનડે આંતરરાષ્ટ્રીયમાં બનાવનાર ભારતીય બેટ્સમેનોમાં બીજા સ્થાન પર છે. રોહિતે રાજકોટ વનડેમાં પણ 42 રન ફટકાર્યા હતા. 9000 વનડે રનથી તે માત્ર ચાર રન પાછળ રહી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો રોહિત 9000 વનડે રન પૂરા કરવામાં ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.
રોહિતે સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ છોડી દીધા છે. રોહિતે પોતાની 217મી ઈનિંગમાં આ મુકામ હાસિલ કર્યો છે. ગાંગુલીએ 228, સચિને 235 અને લારાએ 239 ઈનિંગમાં 9000 વનડે રન પૂરા કર્યાં હતા.
9000 and counting....
Rohit Sharma breaches the 9K mark in ODIs 👏👏 pic.twitter.com/UV3nBNJv7g
— BCCI (@BCCI) January 19, 2020
સૌથી ઓછી ઈનિંગમાં 9000 વનડે રન પૂરા કરનાર બેટ્સમેનોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. કોહલીએ 194 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી તો ડિવિલિયર્સ (205 ઈનિંગ) બીજા સ્થાન પર છે.
બેંગલુરૂમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટીવ સ્મિથની નવમી આંતરરાષ્ટ્રીય સદી (131)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ પોતાની ઈનિંગમાં 9 વિકેટ ગુમાવી 286 રન બનાવ્યા હતા. લાબુશેને 54 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમીએ શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે