હિમાલય પર ટ્રેકિંગ દરમિયાન દુર્ઘટના: 23 ટ્રેકર્સ ગુમ ITBPનું સર્ચ ઓપરેશન

3 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહેલ ITBPના અધિકારીઓને નથી મળી શક્યું ટ્રેકર્સનું લોકેશન, ગુમ થયેલામાં 4 મહિલાઓનો પણ સમાવેશ

હિમાલય પર ટ્રેકિંગ દરમિયાન દુર્ઘટના: 23 ટ્રેકર્સ ગુમ ITBPનું સર્ચ ઓપરેશન

નવી દિલ્હી : હિમાલયમાં ટ્રેકિંગ કરવા માટે નિકળેલા ટ્રેકર્સનું એક ગ્રુપ ગુમ થઇ ગયું છે જેમાં કુલ 23 લોકો હતા. આ ગ્રુપમાં 12 ટ્રેકર્સ, એક ગાઇડ અને 10 પોર્ટર્સ હતા. ગુમ થયેલા તમામ લોકોને શોધવા માટે ITBPની એક સર્ચ ટીમ મોકલવામાં આવી છે. જે હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગત્ત 72 કલાકથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનમાં હજી સુધી માત્ર એક જ વ્યક્તિને શોધવામાં સફળતા મળી છે. આ વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યો છે. જેનાં કારણે ITBPને સમગ્ર ઘટના અથવા અન્ય ટ્રેકર્સ કે પોટર્સ અંગે કોઇ જ માહિતી મળી નથી. 

ITBPના વરિષ્ઠ અધિકારીના અનુસાર ટ્રેકર્સની શોધખોળ માટે 60 સભ્યોનું દળ ઘટના સ્થળ માટે રવાનાં કરવામાં આવ્યું છે. ITBPનું દળ સતત આ ટ્રેકર્સની લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘટના પર 5થી6 ફુટ બરફના થર જામી જવાનાં કારણે ટ્રેકર્સને શોધવામાં પરેશાની થઇ રહી છે. તેમ છતા ITBPની 60 મી બટાલિયનની ટીમ પોતાની પાસે રહેલા સાધનો દ્વારા શક્ય તેટલી ઝડપથી તેમને શોધવા માટે દિવસ રાત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 

ITBPના વરિષ્ઠ અધિકારી અનુસાર ગો હિમાલય નામથી એક ટ્રેકિંગ ગ્રુપ ટ્રેકિંગ માટે નિકળ્યું હતું. આ ગ્રુપમાં 12 ટ્રેકર્સ હતા. જેમાં 8 પુરૂષ અને 4 મહિલાઓ હતી. તે ઉપરાંત આ ગ્રુપમાં એક ગાઇડ અને 10 પોટર્સ પણ હતા. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ ગ્રુપ ઉતરાખંડના સંકારીથી ટ્રેકિંગ માટે નિકળ્યું હતું. આ ગ્રુપને હર કો હરકી દુનથી પસાર થઇને હિમાચલ પ્રદેશના સંગ્લા (કિન્નોર) ખાતે પહોંચવાનું હતું. બે દિવસ પહેલા ITBPની 50મી બટાલિયનને આ ગ્રુપ તરફથી SOS કોલ મળ્યો. ત્યાર બાદ આ ટ્રેકર્સને શોધવામાં ITBPની એક ટીમ રવાના કરી દેવામાં આવી હતી. 

ITBPનાં વરિષ્ઠ અધિકારીનાં અનુસાર હાલમાં મળતી માહિતી અનુસાર આ ગ્રુપમાં રહેલા 12 ટ્રેકર્સની ઓળખ કરી લેવાઇ છે. જેનું નામ મયુરેશ જોશી, મરુનમય જોશી, યજેશ પ્રશાંત, હર્ષદ આપ્ટે, કૌશલ, સ્નેહા, રીના, સંજય મોનજોન અને એક્યૂલરનો સમાવેશ થાય છે. તમામ ટ્રેકર્સની ઉંમર 30થી 52 વર્ષની વચ્ચે ગણાવાઇ રહી છે.  મોટા ભાગનાં સભ્યો મુંબઇના રહેવાસી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news