કોરોનાના દર્દીની સારવાર દરમિયાન જસલોક હોસ્પિટલના 21 લોકો થયા સંક્રમિત

કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં નાખી દિવસ રાત તેનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુંબઇની એક પ્રાઇવેટ જસલોક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના 21 લોકો કોરોનો પોઝિટીવ આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલે તાત્કાલીક પ્રભાવથી તેમની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. જો કે, જસલોક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલી રહી છે.
કોરોનાના દર્દીની સારવાર દરમિયાન જસલોક હોસ્પિટલના 21 લોકો થયા સંક્રમિત

મુંબઇ: કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં નાખી દિવસ રાત તેનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુંબઇની એક પ્રાઇવેટ જસલોક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના 21 લોકો કોરોનો પોઝિટીવ આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલે તાત્કાલીક પ્રભાવથી તેમની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. જો કે, જસલોક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલી રહી છે.

જસલોક હોસ્પિટલના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે ઝી મીડિયા સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં કહ્યું, 13 એપ્રિલથી હોસ્પિટલનું કામકાજ નિયમિત રીત શરૂ કરવામાં આવશે. 2 અઠવાડીયા પહેલા એક કોરોના પોઝિટીવ દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેની  સારવાર દરમિયાન અમારા સ્ટાફના કેટલાક લોકો કોવીડિ 19થી સંક્રમિત થયા છે. 10 દિવસમાં અમે સ્ટાફનો 1000થી પણ વધારે ટેસ્ટ કર્યા છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા જ્યારે મુંબઇમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના સ્ટાફમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા તે પ્રાઇવેટ હોસ્પટિલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતમાં લોકડાઉન છતાં સતત સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 5289 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 166 લોકોના મોત થયા છે. દેશમાં રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news