કર્ણાટકમાં કતલની રાત: શક્તિ પરિક્ષણમા બસપા સરકારની સાથે, 2 ધારાસભ્યો સુપ્રીમની શરણે

બસપાએ ગત્ત વર્ષે યોજાયેલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ સાથે ગઠબંધ કરી ચૂંટણી લડી હતી

કર્ણાટકમાં કતલની રાત: શક્તિ પરિક્ષણમા બસપા સરકારની સાથે, 2 ધારાસભ્યો સુપ્રીમની શરણે

બેંગ્લુરૂ : કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કુમારસ્વામીએ સોમવારે (22 જુલાઇ) વિધાનસભામાં વિશ્વાસમત સાબિત કરવાનો છે. આ અગાઉ રવિવારે કર્ણાટકનાં બે અપક્ષ ધારાસભ્યોને કોંગ્રેસ અને જેડીએસ ગઠભંધન સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર કર્ણાટકનાં બે અપક્ષ ધારાસભ્યો એચ.નાગેશ અને આર.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસમત મુદ્દે હસ્તક્ષેપ કરવા માટેની માંગ કરી છે. ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટથી કર્ણાટક સરકારને સોમવારે જ વિશ્વાસમત સાબિત કરવા માટેનો આદેશ આપવાની માંગ કરી છે. 

યુપીમાં આકાશીય વિજળી બની યમદુત, અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નિપજ્યાં
આ બંન્ને ધારાસભ્યોની અરજીમાં જણાવવામાં આવ્યું છે, તેમને ડર છે કે સીએમ કુમારસ્વામી સોમવારે મેડિકલ ઇમરજન્સીનો હવાલો ટાંકીને વિશ્વાસમત ટાળવાનો પ્રયાસ કરશે. કર્ણાટકમાં જ્યાં કુમારસ્વામીની સરકાર બચાવવા માટે એક-એક મત જરૂરી છે. ત્યારે પ્રદેશમાં બસપાનાં એકમાત્ર ધારાસભ્ય એન. મહેશને માયાવતીએ આદેશ આપ્યો છે કે, તેઓ સરકારનાં પક્ષમાં મતદાન કરે. આ અગાઉ ક્યાસ લગાવાઇ રહ્યા હતા કે તેઓ વિશ્વાસમતથી દુર રહેશે. 

સુષ્માને યુઝરે કહ્યું, અમ્મા શીલા દીક્ષિતની જેમ જ યાદ આવશો, મળ્યો મુંહ તોડ જવાબ
અત્રે ઉલ્લેખનીય છે કે, બસપા ગત્ત વર્ષે યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યું હતું. આ અગાઉ કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે પણ બહુમતી પરીક્ષણ થઇ શક્યું નહોતું. રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીને કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીનો સમય અપાયો હતો. જો કે કુમારસ્વામી નિર્ધારિત સમય સુધી બહુમત સાબિત કરી શક્યા નહોતા. ત્યાર બાદ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારે શુક્રવારે સદનની કાર્યવાહી 22 જુલાઇ સુધી સ્થગીત કરી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news