લોકસભામાં સોમવારે મોદી સરકાર રજુ કરશે ત્રિપલ તલાક વિધેયક

મુસ્લિમ મહિલા વિધેયકને વિપક્ષી દળોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો, આ વિધેયક તલાક એ બિદ્દતની પ્રથાને દંડનીય ગુનો બનાવે છે

લોકસભામાં સોમવારે મોદી સરકાર રજુ કરશે ત્રિપલ તલાક વિધેયક

નવી દિલ્હી : 17મી લોકસભા માં મોદી સરકારની તરફથી શુક્રવારે (21 જુન) ના રોજ ત્રિપલ તલાક (તલાક એ બિદ્દત) ની પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે નવું વિધેયક રજુ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનાં નેતૃત્વની કેન્દ્ર સરકારની તરફથી 17મી લોકસભાનાં પહેલા સત્રનું પહેલું બિલ હશે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ બિલને રજુ કરશે. બીજી તરફ ભાજપની સામે ત્રિપલ તલાક બિલને સંસદમાં પાસ કરાવવું એક મોટો પડકાર સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનાં કાર્યકાળનું આ પહેલું સંસદ સત્ર છે. સંસદનું આ સત્ર 17 જુને ચાલુ થયું હતું અને તે 26 જુલાઇ સુધી ચાલશે.

PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
26 જુલાઇએ પુર્ણ થનારા સત્રમાં 30 બેઠકો થવાની છે. આ સાથેજ પાંચ જુલાઇ બજેટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ પ્રચંડ બહુમતીથી જીતીને આવેલ મોદી સરકારને ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ કરાવવામાં સમસ્યા નહી હોય. જો કે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવું સરકાર માટે એક મોટો પડકાર સાબિત થશે. 

મોદી સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ આ બિલ અગાઉની ભાજપ પ્રેરિત એનડીએ સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવેલ એક અધ્યાદેશનું સ્થાન લેશે. ગત્ત મહિને 16મી લોકસભા ભંગ થયા બાદ ગત્ત વિધેયક નિષ્પ્રભાવ થઇ ગયું હતું, કારણ કે આ રાજ્યસભામાં અટવાયેલું હતું.

મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ વિધેયકને લોકસભામાંથી પાસ થયા બાદ રાજ્યસભામાં અટવાય તેવી સ્થિતીમાં નિચલા સદન (લોકસભા) ને ભંગ થવા અંગે વિધેયક નિષ્પ્રભાવી થઇ જાય છે. મુસ્લિમ મહિલા (વિવાહ પર અધિકારોનું સંરક્ષણ) વિધેયકને વિપક્ષી દળોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ વિધેયક તલાક એ બિદ્દતની પ્રથાને દંડનીય અપરાધ બનાવતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news